ETV Bharat / city

Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

ધંધુકા (Dhandhuka murder case) કિશન ભરવાડ હત્યા મામલે ATSને તપાસ સોંપતા ATS (Ats inquiry in Dhandhuka murder case) હરકતમાં આવી કમર ગની ઉસમાની નામના મૌલવીની ધરપકડ દિલ્લીથી કરવામાં આવી છે. તેમજ હથિયાર પૂરું પાડનાર અજીમ સમાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શકયતા છે.

Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો
Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો
author img

By

Published : Jan 30, 2022, 10:24 PM IST

અમદાવાદ: ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા (Dhandhuka murder case) કેસ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તેમજ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે ગૃહપ્રધાન દ્વારા આ તપાસ ATS (Ats inquiry in Dhandhuka murder case)ને સોપાતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસ સોંપાતાના ગણતરીના કલાકોમાં જ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માની તેમજ રાજકોટના અજીમ સમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં દિલ્લીના મૌલવી (Maulvi from Delhi) ભડકાઉ ભાષણ આપતા હોવાનું અને હત્યાનું ષડયંત્ર રચતા હોવાનું સામે આવતા તેની સામે એટીએસે કાર્યવાહી હાથ ધરી છે.

Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

શુ હતી સમગ્ર ઘટના?

ધંધુકામાં થોડા દિવસ પહેલા કિશન ભરવાડ (Dhandhuka kishan bharvad)નામના શખ્સની શબ્બીર અને ઈમ્તિયાઝ નામના શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી. જે ઘટનામાં કિશન ભરવાડ પયગંબર બાબતે ધાર્મિક ટિપ્પણી કરતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે ઘટનામાં અગાઉ કિશન ભરવાડ સામે ફરિયાદ થઇ હોવાનું પણ ખુલ્યું છે. જો કે તેમ છતાં આ ધાર્મિક ટિપ્પણીને લઇને તેના ઉપર ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું કે, ઇસ્લામ સંગઠનમાં કામ કરતા અને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ઉશ્કેરણીજનક વાક્યો કહીને ભડકાવવાનું સામે આવ્યું, જેના કારણે આ ઘટના બની હતી.

આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો

અમદાવાદના મૌલાનાનો સંપર્ક

જે ઘટનામાં ફાયરિંગ કરનાર શબ્બીર અને ઇમિટિયાઝ ઈન્સ્ટાગ્રામ મારફતે ઉસ્માનીને ફોલો કરતા હતા. તેમજ કમર ગની ઉસ્માનીએ શબ્બીરને અમદાવાદના મૌલાનાનો સંપર્ક કરવા પણ જણાવેલ હોવાનું સામે આવ્યું છે. તમામની જમાલપુર અને મુંબઇ ખાતે મુલાકાત થઇ હોવાનું પણ ખોલ્યું છે, જે બાબતની પણ ATS તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં આ તપાસમાં એ પણ સામે આવ્યું કે, અગાઉ 2021માં પોરબંદરના સાજણ ઓડેદરાએ એક ધાર્મિક કંપનીની પોસ્ટ કરી હતી. જેમાં તેની સામે ફરિયાદ થતાં બે મહિનાની સજા પણ થઇ જે સાજણને ઓડેદરાને મોતને ઘાટ પણ ઉતારવાના હતા, જેના માટે તેઓએ રેકી પણ કરી હતી.

આ પણ વાંચો: વૈષ્ણવ જન તો તેને રે કહીએ: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

કિશન ભરવાડની ટિપ્પણી

જો કે, આરોપીઓ તેમાં સફળ ન રહેતા બાદમાં કિશન ભરવાડની ટિપ્પણીને લઇને કિશનની ગોળી મારીને હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં આ કેસની તપાસ ATSને સોંપતા જ તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં દિલ્લી મૌલાના અને રાજકોટના અજીમ સમાની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે બાબતે હાલમાં ATS સોસીયલ મીડિયા બાબતે તપાસ કરી રહી છે અને પાકિસ્તાન કનેક્શન છે કે નહીં તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.