ETV Bharat / city

ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ-ખુશાલ - અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

કોરોનાને કારણે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) કરફ્યૂ સાથે કાઢવામાં આવી હતી. આથી, ભગવાનના ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. ભગવાન જ્યારે પરત ફર્યા ત્યારે નિજ મંદિર ખાતે લોકો તેમના દર્શન કરવા આવ્યા હતા.

જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ
જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ
author img

By

Published : Jul 12, 2021, 8:39 PM IST

  • 144મી રથયાત્રા ઐતિહાસિક રહી
  • કરફ્યૂ સાથે નીકળી હતી રથયાત્રા
  • ભક્તો રથયાત્રા નિકળવાથી ખુશ

અમદાવાદ : કોરોના કાળમાં કરફ્યૂ સાથે રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) નીકાળીને ગુજરાત પોલીસે ( Gujarat Police ) એક તરફ વાહવાહ મેળવી લીધી છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના ભક્તો પણ ખુશ થયા છે. ગયા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા કાઢવામાં ન આવી હોવાથી જગન્નાથજીના ભક્તો દુઃખી થયા હતા, પરંતુ આ વખતે કરફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ-ખુશાલ

આ પણ વાંચો: Ahmedabad Jagannath Rathyatra : ફક્ત 3:30 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન

જે પણ થયું તે જગન્નાથની ઈચ્છા : ભક્તો

જગન્નાથના ભક્તોનું કહેવું છે કે, ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા તે જ તેમના માટે આનંદની વાત છે. ભગવાન જ્યારે પરત ફર્યા ત્યારે નિજ મંદિર ખાતે લોકો તેમના દર્શન કરવા આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક ભક્તો જગન્નાથની નાની પ્રતિકૃતિ સાથે દર વર્ષના નિયમ પ્રમાણે જગન્નાથને વંદન કરવા આવ્યા હતા, ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં અને અવાજમાં ખુશી અનુભવાતી હતી.

આ પણ વાંચો: rath yatra in gujarat: જાણો કેમ, ભગવાન જગન્નાથજીને મંદિર બહાર રથમાં જ શયન કરવું પડશે

ભગવાન અમને દર્શન આપતા રહે : ભક્તો

જગન્નાથની કૃપાથી દર વર્ષે તેમને ભગવાનના દર્શન કરવા મળે તેવી આશા છે. ભક્તોને રથયાત્રામાં શામેલ ન થવાથી તેઓ ખૂબ જ દુઃખી છે, પરંતુ રથયાત્રા નીકળી તે નિર્ણય તેમના હૃદયને આનંદ આપનાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.