ETV Bharat / city

અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફ્રરન્સમાં ખેડૂત નેતાઓની અટકાયત - Detention during the ongoing press conference

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને 120 દિવસ થઇ ગયા છે ત્યારે ખેડૂત નેતાઓ અમદાવાદ આવ્યા હતા અને ખેડૂતોની સમસ્યાઓ જણાવવા માટે પ્રેસ વાર્તા યોજી હતી પંરતુ ચાલુ પ્રેસ વાર્તાએ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

Ahemdabad
અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફ્રરન્સમાં ખેડૂત નેતાઓની અટકાયત
author img

By

Published : Mar 27, 2021, 1:18 PM IST

Updated : Mar 27, 2021, 5:07 PM IST

  • ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ અમદાવાદ આવ્યા
  • ખેડૂત આંદોલન મામલે ચર્ચા કરવામાં આવી હતી
  • ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન અટકાયત કરવામાં આવી

અમદાવાદ : દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને 120 દિવસ થઈ ગયા છે, ત્યારે ખેડૂત આગેવાનો દ્વારા 26 માર્ચે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ પણ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાંથી જ સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન યુદ્ધવીરસિંહ સહિત 6 ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. યુદ્ધવીરસિંહ ઉપરાંત ગજેન્દ્રસિંહ, જે.કે.પટેલ, સુભાષ ચૌધરી, વાસુદેવસિંહ અને દશરથસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા ગુજરાત કોંગ્રેસના યુવા આગેવાનો

ખેડૂત આંદોલન અંગે વાતચીત

સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર અમદાવાદ આવ્યા હતા. તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ પણ હાજર હતા. તમામ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી. કૃષિ કાયદાથી ખેડૂતો પર આવનાર સંકટ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત

રાકેશ ટિકૈત પણ આવશે ગુજરાત

આગામી સમયમાં રાકેશ ટિકૈત પણ ગુજરાત આવે અને ગુજરાતમાં પણ આંદોલનને વેગ આપે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા દરમિયાન જ પોલીસ આવી હતી અને પોલીસે તેમની અટકાયત કરી અને તેમને શાહીબાગના હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા.

Last Updated : Mar 27, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.