અમદાવાદ : ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટના હજુ શાહી (Ahmedabad Alcohol Shop) સુકાઈ નથી, લોકોની મૃતક પરિવારનો સભ્યોની આંખમાં હજી આંસું ઉભા નથી રહેતા છતાં કેટલાક લોકો દારૂ પીવાનું કે દારૂ વેચાણ અટકાવી નથી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યભરમાં પોલીસે છબી સુધારવા દારૂબંધીનું કડકપણે પાલન (Liquor Caught in Krishnanagar) કરાવી રહી છે. ત્યાં અમદાવાદમાં ફરીવાર દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે દારૂની 658 બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે. અંદાજે 2 લાખ કરતા વધુની કિંમતના દારૂનું કટિંગ કરતા બુટલેગરની (Alcohol Case in Gujarat) પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો : આજની કેબિનેટમાં લમ્પી વાઈરસ, લઠ્ઠાકાંડ, PM મોદીના પ્રવાસ સહિતના મુદ્દે થશે ચર્ચા
પોલીસે બુટલેગરને ઝડપ્યો - પોલીસને બાતમીના આધારે કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગમાં બે બ્લોકની વચ્ચેની ગલીમાંથી અશોક ઉર્ફે બટાકો લાલવાણી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 658 બોટલ મળી આવી હતી. પોલીસે 2 લાખ 7 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ (Alcohol Case in Gujarat) કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો, તે મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ જો પોલીસની કડક કાર્યવાહી હશે તો અન્ય પણ કેટલાક નામો બહાર આવી શકે છે.
આ પણ વાંચો : PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન
બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક - અમદાવામાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક ગોઠવી રહ્યા હતા. જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા કડક કાર્યવાહી થતાં બુટલેગર અવનવા કિમિયા અપનાવી રહ્યા છે .તાજેતરમાં નાગદાન ગઢવીની ધરપકડ થયા બાદ નાના બુટલેગર સક્રિય થયા છે. જેઓ દારૂની ડિલિવરી બ્રેક ન (Ahmedabad Alcohol Permit) થાય તે માટે નાના માણસોને કામ કરવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દારૂ વેચાણ અને પીવા વાળાની જ્યાં સુધી સીધી લાઈને નહી રહે ત્યાં સુધી ગુજરાતમાં દારૂ પકડાતો રહેશે, તો બીજી તરફ હવે પોલીસની છબી સુધારવા પોલીસ કર્મચારીઓ પણ તનતોડ મહેનત કરીને ખુણે ખુણામાં બુટલેગરોને પકડીને કાર્યવાહી કરશે તેમાં બે મત નથી.