ETV Bharat / city

કોરોનાના લક્ષણ હોવા છતાં RT-PCRનો રિપોર્ટ 32 ટકા કિસ્સામાં નેગેટિવ આવી શકે છેઃ નિષ્ણાતો - નેશનલ મેડિકલ કમિશન

કોરોના મહામારીને કારણે વિશ્વના તમામ દેશો કઈ રીતે પરિસ્થિતિને કાબૂમાં લેવી તેની મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ કોરોના રિપોર્ટ માટે સૌથી વધુ વિશ્વસનીય રિપોર્ટ RT-PCRને માનવામાં આવે છે. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં કોરોનાના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. ત્યારે આવા સમયે શું કરવું જોઈએ તે જાણવા ETV ભારતે ડો. સુનિલ શાહનો સંપર્ક કર્યો હતો. ડો. સુનિલ શાહ, નેશનલ મેડિકલ કમિશનના સભ્ય છે.

કોરોનાના લક્ષણ હોવા છતાં RT-PCRનો રિપોર્ટ 32 ટકા કિસ્સામાં નેગેટિવ આવી શકે છેઃ નિષ્ણાતો

author img

By

Published : Apr 17, 2021, 11:16 AM IST

Updated : Apr 17, 2021, 12:41 PM IST

  • RT-PCR ટેસ્ટમાં પણ કોરોના હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવી શકે છે
  • કોરોનાના લક્ષણો હોય અને રિપોર્ટ નેગેટિવ આવે તો સિટીસ્કેન કરાવો
  • હાઇકોર્ટે સરકારને સિટીસ્કેનની સુવિધા પણ ઉભી કરવા કરી હતી ટકોર

અમદાવાદઃ એક તરફ જ્યાં હાલ મોટા પ્રમાણમાં લોકો કોરોના ટેસ્ટિંગ માટે ક્યાંક તો એન્ટિજન ટેસ્ટિંગ અથવા તો RT-PCR ટેસ્ટ કરાવતા હોય છે ત્યારે આ ટેસ્ટ પણ ખોટા હોવાની શક્યતા ઉભી થઈ રહી છે. એ મહત્વનું છે કે, RT-PCR ટેસ્ટ પણ 32 ટકા કિસ્સાઓમાં કોરોનાના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ જનરેટ કરી શકે છે. વાત એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે તો એન્ટિજન ટેસ્ટમાં પણ 48 ટકા કિસ્સાઓમાં કોરોનાના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ

કોરોનાના લક્ષણો હોય અને રિપોર્ટ નેગેટિવ આવે તો સિટીસ્કેન કરાવો

કઈ રીતે રિઝલ્ટ મેળવી શકાય?

સિટીસ્કેનના માધ્યમથી રિપોર્ટ કરાવવામાં આવે તો 97 ટકા કિસ્સાઓમાં એક્યૂરેટ એટલે કે સાચું પરિણામ જાહેર થવાની શક્યતા છે. તેવામાં મહત્વનું છે કે જ્યારે પણ કોરોનાના લક્ષણો જણાઈ આવે અને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે તો તેવામાં તરત તાત્કાલિક ધોરણે સિટીસ્કેન કરાવી લેવામાં આવે.

આ પણ વાંચોઃ નવસારીમાં છેલ્લા 16 દિવસોમાં કોરોનાના 550 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસ 5,000ને પાર આવી રહ્યા છે

મહત્વનું છે કે, કોરોનાની અસરના કારણે લન્ગસ ઉપર પણ ગંભીર અસર પડી શકે છે. એવામાં સિટીસ્કેન જ કારગર સાબિત થઈ શકે છે. આ સાથે જ રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે તો રાજ્યમાં કોરોનાના કેસ 5,000ને પાર આવી રહ્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 1 કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

Last Updated : Apr 17, 2021, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.