અમદાવાદ: શહેરોમાં કચેરીની બહાર સેનિટાઈઝેશન ટનલ ઉભી કરવામાં આવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કે જ્યાં મજૂરી કામ કરવામાં આવે છે ત્યાં દેશી સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. મનરેગા યોજના હેઠળ ગામમાં જ રોજગારી મળી રહે માટે છોટા ઉદેપુરના રાયસિંગપુરા ગામે તળાવ ખોદકામ કરતાં મજૂરો માટે દેશી સેનિટાઈઝેેેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મજૂરો પોતાના પગથી દોરી ખેંચે તો હાથ સેનેટાઈઝ થઈ શકશે. આ દેશી સેનેટાઈઝર બનવાનું કારણ ગામના યુવાનોને ગામમાં જ રોજગાર મેળવવા અને નિયમોનું પાલન થતા કોરોનાથી બચવા માટે કરાય છે.
મનરેગા યોજના અંતર્ગત રાયસિંગપુરા ગામે નવીન તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવીન તળાવ ખોદવાની આ કામગીરીમાં ગામના ૫૦ મજૂરો કામગીરીમાં જોતરાયાં છે. કોરોના વાઇરસ COVID-19ના સંક્રમણને અટકાવવા માટેની માર્ગદર્શિકા અનુસાર કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું તેમ જ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.