- કોરોના કેસમાં વધારાને લઇને તંત્રનો ધમધમાટ
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 108 સેન્ટરની મુલાકાત લીધી
- કોવિડ કંટ્રોલ રુમ સહિત અન્ય સેવાઓની સમીક્ષા કરી
અમદાવાદ: હવે શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓ 108નો સીધો સંપર્ક કરીને પ્રાથમિક તપાસ કરાવી શકશે. અમદાવાદ શહેરમાં 108ની 80થી વધુ એમ્બ્યૂલન્સ કોવિડ દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદના કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સ સેન્ટર દ્વારા કાર્યરત સેવાઓ તેમજ તેની કાર્યપદ્ધતિનું નાયબ સીએમ નીતિન પટેલ દ્વારા વિહંગાવલોકન કરવામાં આવ્યું હતું. તેમણે 108ની સાથે 104, 1100, 181 અભયમ, 112 જેવી અન્ય સેવાઓની પણ સમીક્ષા કરી હતી.
દર્દીનું અહીંથી કરાય છે કાઉન્સિલિંગ
કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે 108માં ફોન કરે ત્યારે અહીંના તબીબ દ્વારા તેમની સ્વાસ્થ્ય પૃચ્છા કરવામાં આવે છે. દર્દીની સ્થિતિ ગંભીર ન જણાઇ આવતાં અને અન્ય કોઇ પ્રકારની કોમોર્બિડિટી ન જણાતાં દર્દીને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરાવવામાં આવે છે. 108 સેન્ટરની જ અન્ય એક સેવા 104 દ્વારા આવા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિનું સતત મોનિટરીંગ તેમ જ દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.