- અમદાવાદ : દેશ સહિત રાજ્યભરમાં કોરોનાની (Corona Cases Gujarat) શરૂઆત થઈ લઈને આજ દિન સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી, આ બાદ મહામારીનો કહેર ઓછો થતાં જ ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણની (Online Education In School) શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હાલ ઓમીક્રોન વેરિઅન્ટથી (Omicron Cases In Gujarat) વાલીઓમાં ભય જોવા મળી રહ્યો હોવાથી વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતા ખચકાટ અનુભવે છે, ત્યારે સ્કૂલોમાં ઓનલાઇન અને ઓફલાઇન અભ્યાસ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, પરંતુ કેટલીક સ્કૂલોએ ઓનલાઇન વર્ગો બંધ કર્યા હોવાથી આવી સ્કૂલો સામે DEO કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Ahmedabad: કોર્પોરેશનના શિક્ષકોએ વિદ્યાર્થીઓને બગીચામાં ભણાવાનું શરૂ કર્યું
સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ બંધ હશે તો થશે કાર્યવાહી
અમદાવાદમાં કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ (Offline Education ) શરૂ થતાં ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે, ત્યારે DEO દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, આવી કોઈ સ્કૂલ હોય તો અમને ફરિયાદ કરો અમે તે સ્કૂલ સામે કાર્યવાહી કરીશું. આ ઉપરાંત, અમદાવાદની દીવાન બલલુભાઈ સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવતા, આ અંગે DEOએ જણાવ્યું હતું કે, મારી પાસે હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી, જો ફરિયાદ આવશે તો ચોક્કસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આ તારીખથી ધોરણ 9થી 12ની શાળા થશે શરૂ
આગામી સમયમાં સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે
અમદાવાદના DEO એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં DEO કચેરી (DEO Office Ahmedabad) દ્વારા તમામ સ્કૂલોમાં ચેકીંગ કરવામાં આવશે અને જો સ્કૂલમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તે સ્કૂલ સામે પગલાં લેવામાં આવશે.