અમદાવાદ: દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે પરેડ (Delhi Republic Day Parade 2022)નું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી 17 NCC ડાયરકટોરેટના કેડેટ્સ ભાગ લે છે. 2022માં ગુજરાતમાંથી આ પરેડમાં ભાગ લેવા માટે 57 NCC કેડેટસને પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતનું ગૌરવ વધશે
આ કેડેટ્સ દ્વારા ગુજરાતની સંસ્કૃતિ (Gujarati culture)ને સમજાવવા અમદાવાદમાં લો-ગાર્ડન ખાતે આવેલ NCC કાર્યાલયમાં કેડેટ્સ (NCC cadets from Gujarat) દ્વારા ગુજરાતના સંગીત, નાટ્ય અને નૃત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક દિનની પરેડમાં કેડેટ્સ રાજપથ ઉપર ગુજરાતનું ગૌરવ વધારશે તેવો આશાવાદ મેજર જનરલ અરવિંદ કપૂરે વ્યક્ત કર્યો હતો.
કેડેટ્સને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું જ પડશે
મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, ગુજરાત NCCના ટ્વિટર ઉપર 1,25,000 ફોલોઅર્સ છે. વળી રાજપથ પર પરેડમાં કેડેટ્સ એવા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે કે જે રાજ્યએ દેશને વડાપ્રધાન આપ્યા છે. એટલે કેડેટ્સની જવાબદારીઓ વધી જાય છે.
આ પણ વાંચો: જામનગરમાં ગુજરાત NCCના વડા અરવિંદ કપૂરે કેડેટ્સને કર્યું સંબોધન, ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઈ
આ પણ વાંચો: હવે NCCને પણ કોલેજમાં વિષય તરીકે ભણાવવામાં આવશે