ETV Bharat / city

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ઉવારસદ નજીક ફ્લાય ઓવરનું કર્યું લોકાર્પણ

ગાંધીનગરના પ્રવેશદ્વાર નજીક ઉવારસદ ખાતે ફ્લાયઓવર અને અડાલજથી હનુમાનજી મંદિર સુધીના રસ્તાનું લોકાર્પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું. આગામી દિવસોમાં હજુ પણ અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોના રસ્તાને વેગ મળે અને સારા માર્ગો જનતાને મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

author img

By

Published : Jan 14, 2021, 8:33 PM IST

Ahmedabad
Ahmedabad
  • ગાંધીનગરમાં વિકાસને વધુ વેગ અપાશે
  • વધુ છ માર્ગીય રસ્તા અને ફ્લાય ઓવરના કામ કરાશે પૂર્ણ
  • 4 KM લાંબા એલિવેટર બ્રિજ પર પણ કરાશે કાર્ય
  • 17 કરોડના ખર્ચે તૈયાર કરાયો ફ્લાય ઓવર

અમદાવાદ: ઉવારસદ જંકશન ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો ફ્લાયઓવર અને 21.65 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાનું નાયબ મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ સરખેજ-ગાંધીનગર-ચિલોડા માર્ગને રૂ.850 કરોડના ખર્ચે 6 માર્ગીય બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે. જ્યાં બે શહેરોને જોડતા 6 માર્ગીય હાઇવે પર ફ્લાયઓવર અને 4 કિ.મી.નો એલીવેટર બ્રીજનું કામ પણ ચાલુ છે. જે પણ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

ઉવારસદ
ઉવારસદ

16 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન

આ સાથે જ વેક્સિનેશન માટે આગામી 16મી જાન્યુઆરીથી કોરોના માટે વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનશ્રી ના હસ્તે દેશભરમાં થવાની છે. એ સંદર્ભે ગુજરાતે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને એ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.