ETV Bharat / city

ડીસીએમ શ્રીરામે લિમિટેડના બોર્ડ દ્વારા ગુજરાતમાં કેમિકલ બિઝનેસમાં 1,000 કરોડનાં રોકાણને મંજૂરી આપી - chemical business

ડીસીએમ શ્રીરામે લિમિટેડના બોર્ડએ તેના કેમિકલ બિઝનેસમાં રૂપિયા 1,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના કેમિકલ પોર્ટફોલિયોમાં ડાઉનસ્ટ્રીમ ક્ષમતાઓનું નિર્માણ કરવામાં આ રોકાણ કરવામાં આવશે.

ડીસીએમ શ્રીરામે લિમિટેડ
ડીસીએમ શ્રીરામે લિમિટેડ
author img

By

Published : Jan 21, 2021, 5:46 PM IST

  • ભરૂચના એકમમાં રૂપિયા 1000 કરોડનું રોકાણ
  • રોકાણ ક્લોરિન ઉપયોગ ક્ષમતાને મજબૂતાઈ પૂરી પાડશે
  • પ્લાન્ટ ભારતનો સૌથી મોટો એકમાત્ર ક્લોર આલ્કલી પ્લાન્ટ

નવીદિલ્હી- ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની ગુજરાતના ભરૂચમાં આવેલ પ્લાન્ટમાં 52,500 TPA હાઇડ્રોજન પેરોક્સાઇડ(H2O2) અને 51,000 TPA એપિક્લોરોહાઇડ્રીન(ECH) પ્લાન્ટની સાથે સાથે ગ્લિસરીન પ્યોરિફિકેશન સુવિધાની પણ સ્થાપના કરશે. ભરૂચ પ્લાન્ટ ખાતે એલ્યુમિનિયમ ક્લોરાઇડની ક્ષમતામાં પણ 32,850 TPAનો વધારો કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અમલ 24 મહિનાના સમયગાળામાં કરવામાં આવશે. આ રોકાણના ભાગ રૂપે, કંપની તેની વર્તમાન અને નવી પ્રોડક્ટસ માટે અત્યાધુનિક મલ્ટીપરપઝ પ્રોડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(R&D) સેન્ટરની સ્થાપના કરશે.

2021-22માં 120 મેગાવોટ પાવર પ્લાન્ટ શરૂ થશે
બોર્ડએ કેમિકલ બિઝનેસ માટે જાન્યુઆરી 2019માં રૂપિયા 1,070 કરોડનાં રોકાણને મંજૂરી આપી હતી. કોવિડ-19 મહામારીને કારણે રોકાણ કાર્યક્રમને આ સમય પૂરતો મુલતવી રાખવામાં આવ્યો હતો, જેથી હવે 120 મેગાવોટ પાવર પ્લાન્ટ, 2021-22ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં શરુ થાય તેવી ધારણા છે. 700 TPD કોસ્ટીક સોડા પ્લાન્ટ અને 500 TPD ફ્લેકરની અમલીકરણ યોજના સમય જતાં શરુ કરવામાં આવશે.

ભરૂચ પ્લાન્ટમાં રોકાણ ચાલુ રહેશે
ડીસીએમ શ્રીરામ લિમિટેડ કેમિકલ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ શેખર ખાનોલકરે આ રોકાણ અંગે જણાવ્યું હતું કે, આ રોકાણ અમારી ક્લોરિન ઉપયોગ ક્ષમતાને મજબૂતાઈ પૂરી પાડશે, અને ડીસીએમ શ્રીરામ માટે વેલ્યુ એડેડ બિઝનેસમાં પ્રવેશવા માટેનો માર્ગ મોકળો કરશે. અમે કોસ્ટીક, ક્લોરિનથી આગળ વધીને H2O2 અને ECH માં પ્રવેશીને અમારી ક્ષિતિજો વિસ્તારી રહ્યા છીએ. એક રિસ્પોન્સિબલ કેર બિઝનેસ તરીકે અમે માળખાગત સુવિધાઓને સલામત અને વધુ સાતત્યપૂર્ણ બનાવવા અમારા ભરૂચ પ્લાન્ટમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું.

ડીસીએમ શ્રીરામ ભારતની બીજા નંબરની મોટી ક્લોર આલ્કલી ઉત્પાદક કંપની
ડીસીએમ શ્રીરામ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આદિત્ય શ્રીરામે ઉમેર્યું હતું કે, આ પગલાં અમારા કેમિકલ બિઝનેસની વૃધ્ધિ અને મજબૂતાઈ માટે ફળદાયક પુરવાર થશે. ડીસીએમ શ્રીરામની ફાઇનાન્સિયલ સ્ટ્રેન્થ અમને પ્રોડક્ટ સાઇકલ્સનો લાભ લેવા આગામી રોકાણ માટે સક્ષમ બનાવશે. ડીસીએમ શ્રીરામ ભારતની બીજા નંબરની સૌથી મોટી ક્લોર આલ્કલી ઉત્પાદક કંપની છે, જે તેની ભરૂચ અને કોટા ઉત્પાદન સુવિધામાં આશરે 6,50,000 TPAની વર્તમાન ક્ષમતા ધરાવે છે. ભરૂચ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો એકમાત્ર ક્લોર આલ્કલી પ્લાન્ટ છે, અને તે જરૂરી સંકલન ક્ષમતા સાથે હજી વિસ્તાર પામશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.