અમદાવાદઃ ઈમાનદાર પોલીસ અધિકારીઓ ક્યારેય પણ જનતાની સેવા કરવામાં પાછળ નથી પડતાં. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દાહોદના IPS અધિકારી વિજયસિંહ ગુર્જરે (Dahod IPS Vijaysinh Gurjar) . જી હાં, આ IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ શેર કરી હતી કે, જેને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ રિટ્વિટ (State Home Minister Harsh Sanghvi retweeted) કરી હતી. સાથે જ ગૃહ રાજ્યપ્રધાન પણ પોલીસના વખાણ કરવા પર મજબૂર બન્યા હતા. તો આવો જાણીએ એવું શું કર્યું આ IPSએ.
પોલીસમાં આવતા લોકોની વર્તણૂક અંગે IPSએ કરી વાત - દાહોદના ઝાલોદ ડિવિઝનમાં નવનિયુક્ત ASP વિજયસિંહ ગુર્જરે (Dahod IPS Vijaysinh Gurjar) સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે પોલીસ સ્ટેશનમાં આવતા લોકોની વર્તણૂક અંગે પોસ્ટ (Dahod ASP invites people to come Police Station ) કરી હતી, જેના પર યુઝર્સ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ગૃહ રાજ્યપ્રધાને પણ તેમની પોસ્ટને રિટ્વિટ કરી લખ્યું હતું કે, આ છે આપણી ગુજરાત પોલીસ. તો આ IPS અધિકારીની દરિયાદિલી જોઈને લોકોએ તેમના વખાણ કર્યા હતા. સામાન્ય લોકોને પોલીસ સ્ટેશનમાં ડર્યા વગર આવવાનો આપેલો દિલાસો (Dahod ASP invites people to come Police Station) લોકોના દિલમાં વસી ગયો છે.
-
મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
— Assistant SP, Jhalod Division, Dahod (@asp_zalod) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.@SP_Dahod
">મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
— Assistant SP, Jhalod Division, Dahod (@asp_zalod) May 17, 2022
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.@SP_Dahodમેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે.
— Assistant SP, Jhalod Division, Dahod (@asp_zalod) May 17, 2022
શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે?
ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારા છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.@SP_Dahod
આ પણ વાંચો- ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ
ASP વિજયસિંહ ગુર્જરે ટ્વિટમાં શું લખ્યું હતું - ASP (અસિસ્ટન્ટ સુપરિન્ટન્ડન્ટ ઑફ પોલીસ) વિજયસિંહ ગુર્જરે (Dahod ASP Vijaysinh Gurjar inspirational story 17એ ગુજરાતીમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે, ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે. શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે? ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારું (Dahod ASP invites people to come Police Station) છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.
આ પણ વાંચો- Women's Day 2022: સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતાં મહિલા કઈ રીતે બન્યાં પ્રેરણારૂપ, જૂઓ
ટ્વિટ કરવાનું કારણ - તો આ અંગે વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું, 'મેં એક ઓબ્ઝર્વેશન કર્યું હતું કે, અહીં ગરીબ લોકો જ્યારે પણ ઓફિસ આવતા ત્યારે જૂતાં બહાર ઉતારતાં હતાં. જોકે, મને આ થોડું વિચિત્ર લાગ્યું હતું. કેમ કે, સામાન્ય રીતે પૈસાદાર લોકો આવું નથી કરતા. આ બાબત મને અજુગતી લાગતા મેં ટ્વીટ કરી હતી.'
પોલીસ જનતાની સેવા માટે છે - ASP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ સ્થિતિ બદલવા માટે મેં મારા ડિવિઝનમાં આવતા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. તેઓ આ અંગે નાગરિકોને સમજાવી પણ રહ્યા છે. એટલે સ્થિતિ તો બદલી જ છે. આ ઉપરાંત અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા બીટના પોલીસ ઓફિસરો દ્વારા પણ લોકો આરામથી આવે અને તેમનામાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો આદર્યા છે. આ ઉપરાંત પોલીસને નાગરિકોનો આદર કરો. તેમની સાથે સન્માનથી વાત કરો તેવું કહેવામા આવ્યું છે. કારણ કે, પોલીસ જનતાની સેવા માટે છે. એટલું જ નહીં નાગરિકો પણ નીચે કોઈ જવાબ ના આપે તો ઉપરી અધિકારીની કચેરીમાં પણ જઈ શકે છે, જેથી સિસ્ટમમાં સુધારો આવી શકે.'
વિજયસિંહ ગુર્જરનો પરિચય - વિજયસિંહ ગુર્જર મૂળ રાજસ્થાનના ઝૂંઝનુ જિલ્લાના દેવીપુરા બાની ગામના વતની છે. તેમના પિતા લક્ષ્મણસિંહ ખેડૂત છે. જ્યારે તેમની માતાનું નામ ચંદાદેવી છે, જે ગૃહિણી છે. વિજયસિંહ ભણવામાં એવરેજ સ્ટૂડન્ટ હતા. તેમણે અગાઉ પરિવારને મદદ કરવા માટે કૉલેજ પછી કોન્સ્ટેબલની પણ નોકરી કરી હતી. સરકારી અધિકારની મળતા સન્માનથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરીનું સપનું જોયું હતું. સાથે જ તેમણે નોકરીની સાથે PSIની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તેઓ સતત પરીક્ષા આપતા ગયા ને છેવટે તેઓ IPS અધિકારી (Dahod IPS Vijaysinh Gurjar) બનીને જ ઝંપ્યા.