- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- ભદ્ર વિસ્તારમાં દિવાળી જેવી ભીડ
- પોલીસ પેટ્રોલિંગ વચ્ચે લોકોની બેદરકારી
અમદાવાદઃ ઘણા દિવસો બાદ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળતાં ફરી લોકો દિવાળી જેવી ભીડ એકત્ર કરતાં ભદ્ર પાસે પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરી રહી છે. જે લોકો નિયમોનો ભંગ કરતા હોય તેમને પોલીસ દંડ પણ ફટકારી રહી છે. ભદ્ર વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પેટ્રોલિંગને કોરોનાની ગાઈડલાઇન અને જાહેરનામાનું પાલન થાય તે માટે કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતુ. શહેરના ઢાલગરવાડ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા જોકે જાહેરનામા ભંગના 20થી 25 ગુનાઓ નોંધવામાં આવ્યા છે પરંતુ લોકોની ખાસ્સી અવરજવર જોવા મળી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મીની લોકડાઉનમાં નિયમોનું ચુસ્ત પાલન કરવવા પોલીસ પેટ્રોલિંગ કરાયું
અમદાવાદમાં 2 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે
કારંજ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની અંતરમાં જ આવેલી દુકાનોમાં ચેક કરવામાં આવ્યું હતું. દુકાન આમ તો બંધ દેખાતી હતી પરંતુ બહાર એક માણસ ઊભો રહે છે જે ગ્રાહકોને કપડાં લેવા હોય તો દુકાન ખોલી અંદર પ્રવેશ પણ અપાવે છે. પોલીસ સ્ટેશનની નજીકમાં જ જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. કારણ કે જે રીતે કોરોનાના કેસ અમદાવાદમાં હજુ પણ બે હજારથી વધુ નોંધાઇ રહ્યા છે ત્યારે માસ્ક વગર પણ લોકો બજારમાં ફરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ પાલનપુરમાં મીની લોકડાઉન વચ્ચે શોપિંગ મોલ ચાલું રહેતા પોલીસે કરી ત્રણની અટકાયત