અમદાવાદ : છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સમગ્ર ભારત lock downની પરિસ્થિતિમાં રહેલ છે. અચાનક જ lock down જાહેર કરવામાં આવવાથી લોકોને જીવન જરૂરિયાતની તમામ સામગ્રીઓ ભરેલી હોય અથવા ન હોય તો તેના વગર વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરી હતી. ત્યારે કરિયાણા તેમજ તૈયાર નાસ્તા માટેનો અમદાવાદમાં વાડજ ખાતે આવેલા પ્રખ્યાત ગોપી અન્નક્ષેત્રમાં આજે સવારથી જ લોકો ખરીદી માટે ઉમટી પડેલા જોવા મળે છે.
જોકેં સોશિયલ distanceનું પણ ધ્યાન રાખી અને માસ્ક સાથે સ્વેચ્છાએ એકબીજાથી અંતર રાખીને લોકો આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમ જ તૈયાર ખાખરા,ચવાણું, ફૂલવડી, ભાખરવડી, સીંગ ભજીયા, જેવી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખરીદી કરવા માટે ઉમટી પડેલાં જોવા મળી રહ્યાં છે. હાલમાં ત્રણ મે સુધી લંબાવવામાં આવેલ આ lock down ધ્યાનમાં રાખીને લોકોને આવશ્યક વસ્તુઓ ઘરમાં જ સુરક્ષિત હોય જેથી lockdown વધી જાય તો પણ કોઈ ચિંતા ન રહે.
અમદાવાદના સ્વાદશોખીનો માટે ફેવરિટ ગણાતા ગોપી અન્નક્ષેત્રમાં લોકો દ્વારા જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. નામ સરકાર દ્વારા સંભવિત lock down ની જાહેરાત થઇ શકે, તેવી એક ધારણા બાંધીને લોકો શક્ય તેટલો વધુ ને વધુ કરિયાણું તેમ જ ગરમ નાસ્તાનો સ્ટોક એકત્રિત કરવા માટે ઉમટી પડેલા છે.