ETV Bharat / city

હોળી-ધુળેટીના પર્વને લઈને વતન જવા નાગરિકોની ST સ્ટેન્ડ પર ભીડ

ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં આજુબાજુના રાજ્યોમાંથી લોકો રોજગારી મેળવવા આવે છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ આજુબાજુના રાજ્યો ઉપરાંત આજુબાજુના જિલ્લાઓના લોકો પણ મોટાભાગે રોજગારી મેળવવા આવે છે.

હોળી-ધુળેટીના પર્વને લઈને વતન જવા નાગરિકોની ST સ્ટેન્ડ પર ભીડ
હોળી-ધુળેટીના પર્વને લઈને વતન જવા નાગરિકોની ST સ્ટેન્ડ પર ભીડ
author img

By

Published : Mar 24, 2021, 8:52 PM IST

  • ભારતમાં વતનમાં હોળી મનાવવાની પ્રથા
  • ST સ્ટેન્ડ પર તહેવારને લઈને વધારાની બસો મુકાઇ
  • કોરોનાને લઈને દરેક પ્રવાસીઓએ માસ્ક પહેર્યા

અમદાવાદઃ જ્યારે કોઈ મોટો તહેવાર આવે છે ત્યારે મૂળ શહેરની બહારના નાગરિકો પોતાના વતનમાં પોતાનાઓની વચ્ચે તેને ઉજવવાનું પસંદ કરતા હોય છે. ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા તે માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. રવિવારે હોળી અને સોમવારે ધુળેટીના પર્વને લઈને અમદાવાદના ST સ્ટેન્ડ પર મોટા પાયે ભીડ જોવા મળી રહી છે.

ST સ્ટેન્ડ પર તહેવારને લઈને વધારાની બસો મુકાઇ

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

અત્યારે દરરોજ 16-17 એક્સ્ટ્રા બસનું સંચાલન

ST નિગમના સેક્રેટરી કે. ડી દેસાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે પંચમહાલ અને રાજસ્થાન માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. પંચમહાલ તરફ જતા લોકો ગીતામંદિર અને સુરતથી વધારે જતા હોય છે. બાંધકામ અને રોડ-રસ્તાના કાર્યોમાં આ જિલ્લાઓથી લોકો મોટા પાયે શહેરોમાં કામ મેળવવા આવતા હોય છે. હોળીના ખાસ પર્વને ધ્યાનમાં રાખીને ગીતામંદિર બસ સ્ટેશન અમદાવાદથી સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં 15થી 16 જેટલી એક્સ્ટ્રા બસો હાલ દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદ અને સુરતથી 100 એક્સ્ટ્રા બસો દોડાવાશે

25, 26 અને 27 માર્ચે એટલે કે, હોળીના આગલા દિવસોએ અમદાવાદથી વધુ 100 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આજ તારીખોમાં સુરતથી 200 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે, એક સમયે લોકડાઉનમાં આ બસ સ્ટેશન પર નીરવ શાંતિ જણાતી હતી. ત્યારબાદ દિવાળી અને હોળીએ અહીં ભીડ જોવા મળી રહી છે. અહીં દરેક પ્રવાસી માસ્ક પહેરેલા નજરે પડયા હતા. ST નિગમના કર્મચારીઓ દ્વારા પણ દરેકને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચોઃ 'હેપ્પી ધુળેટી' રંગોનો તહેવાર ઉજવતા ભારતીયો

અનુસૂચિત જનજાતિઓમાં હોળી વિશિષ્ટ રીતે ઉજવાય છે

અનુસૂચિત જનજાતિના લોકો જેઓ દાહોદ, ગોધરા, પંચમહાલ, ડાંગ, તાપી અને નર્મદા જેવા વિસ્તારોમાં વસે છે. તેઓ પરંપરાગત રીતે પોતાના વતનમાં હોળીની ઉજવણી કરતા હોય છે. રાજસ્થાન રાજ્યનો પ્રથમ તહેવાર હોળી ગણી શકાય. તે લોકો પણ હોળી મનાવવા વતન જતા હોય છે. બીજી તરફ વધી રહેલા કોરોનાના કેસોને લઈને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતી બસોમાં પ્રવાસીનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ ફરજિયાત છે. તે માટે ST નિગમ દ્વારા મહારાષ્ટ્રની બોર્ડરને અડતા જિલ્લાઓના CDHOને સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.