ETV Bharat / city

એ જોજો હો! : ખરીદી માટે લોકોની ભીડ નવા જૂની કરી શકે છે... - markets Of ahmedabad

દિવાળીના (Diwali 2021) તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી રહ્યા છે, આથી લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે, ત્યારે લોકો હવે કોરોનાને (Corona Guidelines ) ભૂલી ગયા હોય તેવું દેખાય છે. આ બાબતે ડૉ. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને ( Third Wave Of Corona) નોતરી શકે છે.

Crowd of people gathered for shopping third wave Of Corona

author img

By

Published : Oct 31, 2021, 6:55 PM IST

  • દિવાળીમાં ભીડ થતા કોરોના અંગે ડોક્ટરની ચેતવણી
  • લોકો કોરોનાની ત્રીજી લહેરને નોતરી રહ્યાં છે : મોના દેસાઈ
  • કોરોના ગાઇટલાઇન્સ અંગે સરકારે કડક વલણ રાખવું જોઈએ

અમદાવાદ : રાજ્યમાં ગત વર્ષે દિવાળી (Diwali 2021) સમયે જ કોરોનાની લહેરને કારણે તહેવારની ઉજવણીમાં ભંગ પડ્યો હતો. ગયા વર્ષે ઘણા બધા પ્રતિબંધો સાથે દિવાળીની ઉજવણી કરવી પડી હતી. જોકે આ વર્ષે દિવાળી સમયે કોરોનાના (Corona Guidelines ) કેસ ખૂબ ઓછા નોંધાયા છે. પ્રતિબંધો દૂર થતાં છૂટછાટો મળી છે, ત્યારે બજારોમાં પણ પહેલાં જેવી રોનક પાછી આવી છે. જોકે બજારોમાં માસ્ક વિના એકઠી થઈ રહેલી લોકોની ભીડ કોરોનાને ( Third Wave Of Corona) ફરી ફેલાવી શકે છે. આ બાબતે અમદાવાદના ડોક્ટરે લોકોને કહ્યું કે બજારમાં જતા માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તથા વેક્સિનના બન્ને ડોઝ લેવા અપીલ કરી છે.

Crowd of people gathered for shopping third wave Of Corona

લોકો બેદરકારીથી બહાર સામે આવી

અમદાવાદનાં ડૉ. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, દિવાળી નજીક આવી રહી છે અને લોકો બેદરકારીથી બહાર ફરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે કોરોના જતો રહ્યો છે, પરંતુ હજુ મહામારી આપણી સાથે જ છે, જેથી જેને વેક્સિન લેવાની બાકી હોય તેઓ તાત્કાલિક લઈ લે અને બીજો ડોઝ બાકી હોય એને પણ લઇ લેવો જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જેણે વેક્સિન લીધી હશે અને કોરોનાનો ચેપ લાગશે તો તમે ગંભીર સ્ટેજ પર નહી જાઓ, અત્યારે લોકો જે પ્રમાણે બેદરકારીપૂર્વક બજારમાં માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે એ ભારે પડી શકે છે.

સરકારે પણ કડક વલણ રાખવું

આ સાથે તેમણે કહ્યું હતું કે, લોકો કોરોનાને જ નોતરી રહ્યા છે. સરકારે પણ કડક વલણ રાખવું જોઈએ, નહિ તો ત્રીજી લહેર પણ આવી જશે અને એ ઘાતક સાબિત થશે, જ્યારે બહારગામ જતા લોકોએ પણ કોરોના છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. બહાર જઈએ ત્યારે ખાસ દક્ષિણ ભારત તરફ કેસ વધી રહ્યા છે, તેમ છતાં ઘણા લોકો ત્યાં જઈ રહ્યા છે, પરંતુ લોકો ત્યાંથી સંક્રમણ સાથે આવી શકે છે અને ચેપ અહીં બીજાને લાગશે, સંક્રમણ ફેલાશે તો ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતાઓ છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.