- અમદાવાદમાં વિશ્વ કક્ષાની સાયન્સ સીટીમાં લોકોને હાલાકી
- રજાના દિવસે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો સાયન્સ સીટી આવ્યા નિહાળવા
- સાયન્સ સીટી ખાતે કોરોના ગાઇડલાઇનના ધડાગરા ઉડતા જોવા મળ્યા
અમદાવાદ : પ્રસિદ્ધ સાયન્સ સીટી પહેલેથી જ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી, પરંતુ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાયન્સ સિટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું લોકાર્પણ કરવામાં આવતા ઉત્સાહમાં ઉમેરો થયો છે. રવિવારે રજાના દિવસે લોકો માટે ખુલ્લી મુકાયેલી સાયન્સ સીટીના નવા પ્રોજેક્ટ્સ નિહાળવા રાજ્યભરમાંથી મોટી સંખ્યા લોકો અહીં આવ્યા હતા.
આ પણ વાંચો: કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ટિકિટના દર વધુ, લાઈનથી લોકો પરેશાન
નવા પ્રોજેક્ટ્સ નિહાળવા આવેલા લોકોને લાંબી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ટિકિટ ખરીદવા માટે લગભગ 200 લોકોની લાઈન જોવા મળી હતી. આ ઉપરાંત, અહીં પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી, રસ્તા ઉપર લોકો પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા હતા. ઘણા લોકોનું કહેવું હતું કે, બાળકો વિજ્ઞાન પ્રત્યે આકર્ષાય તે માટે અહીં રજાના દિવસે બાળકોને ફરવા લાવ્યા હતા, પરંતુ સાયન્સ સિટીમાં વ્યક્તિદીઠ સરાસરી 1500 રૂપિયા જેટલો ટીકીટ ખર્ચ થતો હોવાથી, સામાન્ય લોકોને તે પરવડે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ટિકિટ વ્યવસ્થા લોન્ચ કરવામાં આવી હતી. તે સાઇટ પર પણ વધારે ટ્રાફિકને કારણે ટીકીટ બુકિંગ થઈ શકતી ન હતી. પરિણામે બપોરે 2 કલાકની આસપાસ સાયન્સ સીટીની સિક્યુરીટીએ લોકો માટે પ્રવેશ નિષેધ કર્યો હતો. આથી, જે લોકો દૂરથી સાયન્સ સીટી નિહાળવા આવ્યા હતા તે નિરાશ થઈને પરત ફર્યા હતા.
![અમદાવાદ સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સને નિહાળવા લોકોની ભીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-04-science-city-video-story-7209112_18072021145323_1807f_1626600203_378.jpg)
આ પણ વાંચો: કેવી રીતે પહોંચી વળશે ગુજરાત ત્રીજી લહેર પહેલા ?
કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન
કેન્દ્ર સરકાર દ્વારા જ્યાં વધુ પડતા પ્રવાસીઓ આવતા હોય, ત્યાં કોરોનાની ગાઇડલાઇન જળવાય તે માટે રાજ્ય સરકારને તાકીદ કરવામાં આવી છે, ત્યારે વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સ નિહાળવા અહીં હજારો લોકો આવ્યા હતા, પરંતુ કોવિડના નિયમોનું પાલન દેખાયું ન હતું. ટીકીટ ખરીદવા લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. સાયન્સ સીટીનો સ્ટાફ નિયમો પાળવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ઉપપરાંત, સિક્યુરિટીના માણસો દ્વારા પણ માસ્ક પહેરવામાં આવ્યા નહોતા.
![અમદાવાદ સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સને નિહાળવા લોકોની ભીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-04-science-city-video-story-7209112_18072021145323_1807f_1626600203_196.jpg)