અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં 3 વર્ષીય બાળકીને રમાડવા લઇ જઇ દુષ્કર્મ (Crime In Ahmedabad)કરનારા નરાધમને સ્પેશિયલ કોર્ટના જજ પી.સી. ચૌહાણે 10 વર્ષની સખત કેદની સજા (Rape accused sentenced In Ahmedabad) ફટકારી છે. કોર્ટે બાળકીના અભ્યાસ અને આર્થિક વિકાસના હેતુસર રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો છે.
આરોપીએ કરેલું કૃત્ય ઘૃણાસ્પદ- અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે, બાળકી (Child Safety In Ahmedabad) સાથે આરોપીએ કરેલું કૃત્ય ઘૃણાસ્પદ છે. આવા ગુના (Child abuse in gujarat) સમાજમાં વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. બદનામીના ડરથી માતાપિતા આવા કિસ્સામાં ફરિયાદ કરતા ડરતા હોય છે, પરંતુ આ કેસમાં હિંમત કરી ફરિયાદ કરવામાં આવી છે. આરોપી સામે કેસ પુરવાર થતો હોવાથી 10 વર્ષથી ઓછી સજા કરવી ન્યાયોચિત જણાતી નથી.
માતા પહોંચી જતા ઘટનાની જાણ થઈ- આ ઘટનાની વાત કરવામાં આવે તો ઓઢવ (Odhav Area Ahmedabad)માં રહેતો અનિલ ઉર્ફે પોપટ પ્રવીણભાઇ પરમાર 3 વર્ષિય બાળકીને 25 ફેબ્રુઆરી 2016ના રોજ રમાડવાના બહાને મકાનમાં લઇ ગયો હતો. ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન બાળકીની માતા ત્યાં પહોંચી ત્યારે અનિલ કઢંગી હાલતમાં હતો. દીકરીને તેડતા તેના કપડાં બગડેલી હાલતમાં હતા. આ દરમિયાન તકનો લાભ લઇ અનિલ પલાયન થઇ ગયો હતો.
આરોપીએ બાળકીની નાસમજ પરિસ્થિતિનો લાભ લીધો- બાળકીએ દુઃખાવાની ફરિયાદ કરતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતા બાળકીની માતાએ અનિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઓઢવ પોલીસે (Odhav Police Ahmedabad) અનિલ સામે ચાર્જશીટ દાખલ કરતા કેસ ચલાવવામાં આવ્યો હતો. સરકારી વકીલ વિજયસિંહ સી.ચાવડાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ બાળકીની નાસમજ પરિસ્થિતિનો લાભ લીધો છે. જે ભોગ બનનારના સર્વાંગીક વિકાસને અસર કરે છે. આરોપીનું કૃત્ય આજીવન બાળકના માનસપટ પરથી જતું નથી.
આ પણ વાંચો: Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ
આરોપીને ફરિયાદી અને ભોગ બનનારે ઓળખી બતાવ્યો- આ બાબતે કોર્ટનું અવલોકન હતું કે, આરોપી સામે નિઃશંકપણે ગુનો પુરવાર થાય છે. આરોપીને ફરિયાદી અને ભોગ બનનારે ઓળખી બતાવ્યો છે. સમાજમાં આવા કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તે જરૂરી છે.