અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાઇક અથડાવવા બાબતે યુવકને કહેતા યુવકે અન્ય લોકોને બોલાવીને 2 વ્યક્તિઓ પર તલવાર વડે હુમલો (Crime in Ahmedabad) કર્યો ઉપરાંત દંડા વડે પણ મારમારીને છરીથી હુમલાનો (Amraiwadi youth Sword attack) પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
યુવકને પહેલાં લાકડીઓનો માર પડ્યો
અમરાઈવાડીમાં ગોપાલનગરમાં ધર્મેશ ઠાકોર અને કેયુર ચાવડા પોતાના ચાલી પાસે બપોરના સમયે ઉભા હતાં. ત્યારે બાજીની ચાલીમાં રહેતો યુવરાજ બારડ બાઇક લઈને આવ્યો હતો અને બાઇક કેયૂરને અથડાવ્યું હતું. જેથી કેયૂરે કહ્યું કે જોઈને ચલાવ દેખાતું નથી. આવું કહેતા યુવરાજ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલીને મારામારી (Crime in Ahmedabad) કરવા લાગ્યો હતો. આ દરમિયાન યુવરાજના કાકાનો દીકરો અનિરુદ્ધસિંહ અને મિત્ર પ્રભાકર પણ આવી ગયા હતાં અને મારામારી કરવા કરવા લાગ્યા હતાં. ધર્મેશે વચ્ચે પાડીને છોડાવતા યુવરાજના કાકા મહેન્દ્રસિંહ તલવાર લઈને આવ્યા હતાં પરંતુ બધાંએ રોકતા જતાં રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ Crime Case in Ahmedabad : ચાંદખેડામાં વસૂલીદાદાનો આતંક, લારી કારીગરને છરી મારી લોહીલુહાણ કર્યો
બાદમાં મારી દીધા તલવારના ઘા
ત્યારબાદ ધર્મેશભાઈ જતા હતાં ત્યારે યુવરાજ અને તેના કાકા મહેન્દ્રસિંહ આવ્યા હતાં અને કહેવા લાગ્યાં કે કેમ તે કેયૂરને અમારી પાસેથી છોડાવ્યો. તારે શું થાય છે એટલું કહીને ધર્મેશને પણ મારવા લાગ્યા(Crime in Ahmedabad) હતાં. જેમાંથી મહેન્દ્રસિંહે ધર્મેશને માથામાં તલવાર મારી હતી. કેયૂરે દંડાથી છાતીમાં માર માર્યો હતો. જ્યારે પ્રભાકર અને અનિરૂઢસિંહ છરી (Amraiwadi youth Sword attack) લઈને મારવા આવ્યાં હતાં. જોકે લોકો આવી જતાં માર્યું નહોતું. લોકોને ભેગા થતાં હથિયાર બતાવી લોકોનેે ડરાવ્યાં હતા. ઇજા પહોંચતા ધર્મેશને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તલવાર અને દંડા લઈને દોડતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. સમગ્ર મામલે અમરાઈવાડી ( Ahmedabad Crime 2022 ) પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Murder case in Jamnagar: જામનગરમાં સાળી પર કરેલા હુમલાનો બનાવ હત્યામાં ફેરવાયો