ETV Bharat / city

ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ - અમદાવાદ ક્રાઈમ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી સુલતાન ગેંગનો સાગરીત બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલો આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલો છે.

Crime Branch arrests wanted accused in Gujsitok and land grabbing
ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ
author img

By

Published : Jun 16, 2021, 7:02 AM IST

  • સુલતાન ગેંગનો સાગરીત બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણની ધરપકડ
  • ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપયો

અમદાવાદઃ શહેરની ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ આરોપી સુલતાન ગેંગનો સાગરીત બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલો આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલો છે.

ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે બક સૈયદ ઉર્ફે બકુ ખાન પઠાણ જે લેન્ડગ્રેબિંગ અને ગુજસીટોક જેવા ગંભીરના ગુનામાં બકૂખાન વોન્ટેડ હતો. તે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના અનેક શહેરોમાં નાસતો ફરતો હતો. જે અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા ચોક્કસ હકીકત આધારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. બકુ ખાન પઠાણ પોલીસ પકડથી બચવા માટે સૌથી પહેલા માઉન્ટ આબુ, શિરોહી, પાલી જોધપુર જેવા અનેક વિસ્તારોમાં એક સપ્તાહ સુધી રહેતો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટતો હતો. પરંતુ પરિવાર સાથે સંપર્કમાં રહેવા વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરતો હતો. એટલું જ નહીં બહાર રહેવા પૈસાની જરૂરિયાત ઊભી થતાં ઓનલાઇન એપ્લિકેશનથી ઘરેથી રૂપિયા મંગાવતો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

સુલતાન ગેંગના અનેક સાગરીતો પહેલાથી જ પોલીસની પકડમાં

આરોપી બકૂખાન પઠાણ સુલતાન ગેંગનો મુખ્ય સાગરીત છે અને અનેક ગુનામાં સંડોવાયેલો છે. બકૂખાન પઠાણ વિરુદ્ધ અગાઉ પણ અસલાલી શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાય ચૂક્યા છે. ત્યારે વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે તપાસ માટે આરોપીને સોંપવામાં આવશે.
હાલમાં ગુજસીટોક અને ગેરકાયદેસર આ રીતે જમીન પચાવી પાડવાના ગુનામાં ACP વી.જી. પટેલ તપાસ કરી રહ્યા હોવાથી બકુ ખાન પઠાણને સોંપવામાં આવશે. મહત્વનું છે કે, સુલતાન ગેંગના અનેક સાગરીતોની પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.