- જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કરી ખંડણી માંગી હતી
- અન્ય આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમોએ કામગીરી હાથ ધરી
- આરોપીઓએ 70 લાખ રુપિયા માટે ધમકી આપી
- ફરિયાદીની 36 તોલા સોનાની ચેઈનની 14 લાખ રુપિયાની સોનાની ચેઈન લૂંટી
આ પણ વાંચોઃ સુરતમાં બેગના વેપારી કોમિલ દૂધવાલાનું અપહરણ કરી ખંડણીની માંગણી કરનારા આરોપીઓ ઝડપાયા
અમદાવાદઃ ગોવા રબારીના સાગરીતો દ્વારા જમીન દલાલનું અપહરણ કરી એક કરોડ રુપિયાની ખંડણી માંગવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામા ક્રાઈમ બ્રાન્ચે ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારીની ધરપકડ કરી હતી. આ ગુનામાં વોન્ટેડ નાગજી દેસાઈ, અલ્પેશ દેસાઈ, મેલા દેસાઈ અને મુકેશ દેસાઈ અને અપહરણના ગુનામાં વપરાયેલી કાર સાથે ઝડપી પાડયા છે. તમામ આરોપીઓએ 17મી ફેબ્રુઆરીએ જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખીને 1 કરોડ રુપિયાની ખંડણી માંગી હતી. ફરિયાદીની 36 તોલા સોનાની ચેઈન કે જેની કિંમત 14 લાખ રુપિયા છે તેને આરોપીઓએ લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગુનેગારો બેફામ, અપહરણ કરી માગી ખંડણી
લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી
આ મામલામાં મુખ્ય સુત્રધાર તરીકે ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે. લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીની પુછપરછની તૈયારીઓ શરૂ કરી છે. અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ કામગીરી હાથ ધરી છે. આ મામલે આરોપી પાસેથી અપહરણમાં વપરાયેલી કાર કબ્જે કરી હતી.