● રાજ્ય સરકાર દ્વારા 144 મી રથયાત્રાને ( 144th Rathyatra ) મંજૂરી
● જગન્નાથના ભક્તોએ વધાવી સરકારની જાહેરાત
● કોરોનાને લઈને નિયમોનું પાલન જરૂરી : જગન્નાથના ભક્તો
● શું છે કોરોનાને લઈને રથયાત્રાના નિયમો ?
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના નહિવત છે. ત્યારે સરકારે કેટલાક નિયમો અંતર્ગત રથયાત્રા ( 144th Rathyatra ) કાઢવા મંજૂરી આપી છે. જેમાં સૌપ્રથમ રથયાત્રામાં ફક્ત 200 માણસો જોડાઈ શકશે. રથયાત્રામાં ટ્રક, ભજન મંડળીઓ, અખાડા અને ગજરાજોને પરમીશન આપવામાં આવી નથી. જાહેર જનતા પણ રથયાત્રામાં જોડાઇ શકશે નહીં. રથયાત્રાના રૂટ પર કલમ 144 અંતર્ગત કરફ્યુ લાગશે. રથયાત્રા તેના અડધા સમયમાં પૂર્ણ કરીને નિજમંદિર લવાશે. તેમજ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉપર નિયમ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા