ETV Bharat / city

ધો-12 કોમર્સના પરિણામમાં ધો-10ના ગણિતના માર્ક્સને ગણતરીમાં લેવા મામલે થયેલી અરજીમાં કોર્ટે ચુકાદો રાખ્યો અનામત

ધોરણ 12ના કોમર્સ(Standard 12 Commerce)ના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનમાં પરિણામની ગણતરીમાં ધોરણ 10 (Standard 10) ના ગણિત વિષયને પણ ધ્યાનમાં રાખે તેવી રજૂઆત કરતી અરજી કોર્ટમાં કરી છે. આ મામલે આજે ગુજરાત હાઇકોર્ટ(Gujarat highcourt)માં બન્ને પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે, આગામી ટૂંક સમયમાં નામદાર હાઇકોર્ટ આ મુદ્દે ચુકાદો આપી શકે છે.

ધો-10ના ગણિતના માર્ક્સને ગણતરીમાં લેવા મામલે થયેલી અરજીમાં કોર્ટે ચુકાદો રાખ્યો અનામત

author img

By

Published : Jul 26, 2021, 6:36 PM IST

  • ધોરણ 12ના કોમર્સ વિદ્યાર્થીઓ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીનો મામલો
  • નામદાર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
  • આગામી સમયમાં આવી શકે છે ચુકાદો

અમદાવાદ: કોમર્સના વિદ્યાર્થીઓની ધોરણ 12ની પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન માટે તૈયાર થતાં પરિણામમાં ધોરણ-10(Standard 10)ના સામાજિક વિજ્ઞાન અને શૈક્ષણિક માધ્યમના પ્રથમ ભાષાના પેપરમાં મેળવેલા ગુણને ધ્યાને રાખવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓએ કરેલી અરજીમાં કોર્ટને રજૂઆત કરવામાં આવી છે કે, જો 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના પરિણામમાં ગણિતને ધ્યાનમાં લેવામાં આવ્યું હોય તો કોમર્સ વિદ્યાર્થીઓના પણ પરિણામમાં ગણિત વિષયને પ્રાધાન્ય આપવું જોઈએ.

આ પણ વાંચો- ધોરણ 5 માં પિતાની છત્રછાયા ગુમાવનાર કળથીયા શ્રુતે ધોરણ 12 સાયન્સમાં 99.69 પર્સનટાઇલ મેળવ્યા

કોર્ટમાં અરજદારોએ શું કરી રજૂઆત?

મહત્વનું છે કે, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ગુણની ગણતરીમાં ધોરણ 10ના ગણિતના ગુણ સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જો કે, આ સામે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, વિદ્યાર્થીઓને સંતોષ ન થાય તો તેઓ ફરીથી પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારની આ દલીલ સામે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, જો વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપશે તો પરિણામ ક્યારે આવશે? અને વિદ્યાર્થીઓ પ્રવેશ ક્યારે લઈ શકશે?

આ પણ વાંચો- ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા: હાઈકોર્ટ

CA અને CSના અભ્યાસમાં ગણિત વિષયનું ખૂબ મહત્વ છે

આ ઉપરાંત અરજદારો વતી તેમના વકીલે કોર્ટને જણાવ્યું છે કે, CA અને CSના અભ્યાસમાં ગણિત વિષયનું ખૂબ મહત્વ છે, તો પરિણામમાં આ વિષયને કેમ સામેલ કરવામાં ન આવે? વધુમાં સરકારના આવા નિર્ણય સામે તેમણે વિદ્યાર્થીઓના બંધારણના અનુચ્છેદ 14નો પણ ભંગ થતો હોવાની રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.