ETV Bharat / city

અસલાલી હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અમદાવાદઃ જિલ્લાના અસલાલી વિસ્તારમાં પાણીની ટોટી જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં કરાયેલી યુવકની હત્યાના કેસમાં આરોપી સબ્બીર કુરેશીને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે અન્ય એક આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 6:55 AM IST

આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કેસ પુરવાર થતો નથી, પુરતા સાક્ષીઓ નથી અને ઘટનાને સમર્થન પણ મળતું નથી તેથી કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા જોઇએ. કેસ ચાલતા ફરિયાદ પક્ષે એડવોકેટ અંકિત પટેલે લેખિતમાં એવી દલીલો રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, આરોપીઓએ નજીવી તકરારમાં હત્યા કરી છે, કેસ સાબિત થાય તેટલા પુરાવા છે. આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા છે, આવા ગંભીર કેસમાં સખતમાં સખત સજા થવી જોઇએ.

એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદીએ ચુકાદામાંનોંધ કરી હતી કે, આરોપીએ નજીવી તકરારમાં હત્યા કરી હતી. જેના કારણે એક પત્નીએ પતિ અને બાળકોએ પિતાનો આશરો ગુમાવ્યો છે, નજીવી બાબતમાં હત્યા, આરોપીનું કૃત્ય કોઇપણ રીતે દયાને પાત્ર નથી.

અસલાલી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઇ જાફરભાઇ શેખ સાથે તેના જ વિસ્તારમાં રહેતા શબ્બીર નન્નુભાઇ કુરેશી સાથે પાણીની ટોટી બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં 21 નવેમ્બર 2016ના શબ્બીર અને તેના 2 ભાઇ સલીમ તથા ઇકબાલે ઇસ્માઇલભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી ઘટના સ્થળ પર જ ઇસ્માઇલભાઇનું મોત થયું હતું. આ મામલે અસ્લાલી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી તેમની સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ દરમિયાન આરોપી સલીમનું મોત થયું હતું.

મહત્વનું છે કે, બંને પક્ષની દલીલ બાદ કોર્ટે આરોપી સબ્બીરને આજીવન કેદની સજા ફટકારી હતી.

R_GJ_AHD_22_23_MARCH_2019_ASALALI_HATYA_AAJIVAN_KED_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - અસલાલી હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.  

અમદાવાદ જિલ્લાના અસલાલી વિસ્તારમાં પાણીની ટોટી બાબતમાં થયેલા ઝઘડમાં કરાયેલી યુવકની હત્યાના કેસમાં આરોપી શબ્બીર કુરેશીને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હોવાની વિગતો સામે આવી છે. જ્યારે અન્ય એક આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યો છે

આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કેસ પુરવાર થતો નથી, પુરતા સાક્ષીઓ નથી અને ઘટનાને સમર્થન પણ મળતું નથી તેથી કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા જોઇએ. બન્ને પક્ષની દલીલ બાદ કોર્ટે આરોપી શબ્બીરને આજીવન કેદની સજા ફટકારી છે. 

આ કેસ ચાલતા ફરિયાદ પક્ષે એડવોકેટ અંકિત પટેલે લેખિતમાં એવી દલીલો રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ નજીવી તકરારમાં હત્યા કરી છે, કેસ સાબીત થાય તેટલા પુરાવા છે, આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા છે, આવા ગંભીર કેસમાં સખતમાં સખત સજા થવી જોઇએ. 

એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદીએ ચુકાદામાં  નોંધ કરી હતી કે, આરોપીએ નજીવી તકરારમાં હત્યા કરી છે. જેના કારણે એક પત્નીએ પતિ અને બાળકોએ પિતાનો આશરો ગુમાવ્યો છે,  નજીવી બાબતમાં હત્યા, આરોપીનું કૃત્ય કોઇપણ રીતે દયાને પાત્ર નથી.

અસલાલી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઇ જાફરભાઇ શેખ સાથે તેના જ વિસ્તારમાં રહેતા શબ્બીર નન્નુભાઇ કુરેશી સાથે પાણીની ટોટી બાબતમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં 21 નવે. 2016ના રોજ શબ્બીર અને તેના બે ભાઇ સલીમ તથા ઇકબાલે ઇસ્માઇલભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી ઘટના સ્થળ પર જ ઇસ્માઇલભાઇનું મોત થયું હતું. આ મામલે અસ્લાલી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી તેમની સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ દરમિયાન આરોપી સલીમનું મોત થયું હતું. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.