ETV Bharat / city

બા, હું છુ ને...! તમે શું કામ ચિંતા કરો છો... હું તમારી દીકરી જેવી જ છુ...’-કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ - corona case in ahemdabad

કોરોના મહામારીએ દેશમાં લોકોને આર્થિક અને માનસિક આઘાત પહોંચાડ્યો છે. ત્યારે 1200 બેડની કોવિડ સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલ્સમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મનનો ભાર ઓછો કરવા અનોખો પુસ્તક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. કાઉન્સિલરો દ્વારા ચિંતાગ્રસ્ત દર્દીઓને પરિવારના સભ્યની જેમ સાંત્વના આપી, તેમને હૂંફ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
author img

By

Published : Apr 29, 2021, 2:08 PM IST

  • ‘ભય નો ભાર’ ઓછો કરતો ‘પુસ્તક’નો પ્રયોગ
  • કોરોનાગ્રસ્ત દર્દીઓ તણાવથી દૂર રહી શકે તે માટે સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને પુસ્તક અપાય છે
  • ‘મને કંઈ થઈ જશે તો..?’ અથવા ‘મને કંઈ થશે તો નહી ને..? કોરોનાના કહેર વચ્ચે મહત્તમ લોકો આ પ્રકારના કાલ્પનિક ભયથી થરથરતા રહે છે

અમદાવાદઃ ગુજરાત સરકાર અને રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર –સુવિધા ઉભી કરતા અનેક પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ અનુભવે એવું જણાયું છે કે, દર્દીઓને સારવારની સાથે-સાથે હૂંફ મળે અથવા તો તેમનું ધ્યાન કોઈ હાકારાત્મક વાત તરફ વાળવામાં આવે તો ખુબ સારા હકારાત્મક પરિણામ પણ મળે છે. આ વાતને ધ્યાને રાખીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા મંજુશ્રી હોસ્પિટલ દ્વારા દર્દીઓને સારવારની સાથે ‘પુસ્તક’ પણ આપવામાં આવે છે.

કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ

આ પણ વાંચોઃ જૂનાગઢના પ્રથમ કોરોના સંક્રમિત દર્દીની ETV ભારત સાથે ખાસ વાતચીત..

સિવિલ હોસ્પિટલના અધિક સુપ્રિન્ટન્ડેન્ટએ શું જણાવ્યું?

આ અંગેની વાત કરતા સિવિલ હોસ્પિટલના અધિક સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ‘ અમે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ દર્દીઓની સારવાર તો કરીએ જ છે, એ અમારી પ્રાથમિક ફરજ પણ છે. પરંતુ જો દર્દીઓનું ધ્યાન વાંચન તરફ વાળવામાં આવે તો કદાચ તેમની રીકવરી વધુ ઝડપથી થાય તેવું અમે દ્રઢ પણે માનીએ છે અને એટલે જ અમે દર્દીઓને ગમતા પુસ્તક વાંચવા આપીએ છે. દર્દીઓને આ અભિગમ ખુબ ગમ્યો છે અને લગભગ તમામ દર્દીઓએ તેને આવકાર્યો છે.

કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ

સારા પુસ્તકો એ હજાર મિત્રોની ગરજ સારે

અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ રોગ સામે ડરવાની નહીં પરંતુ તેનો સામનો કરવાની જરૂર છે. કોરોનાની સારવાર દરમિયાન આઇસોલેશન ખૂબ જ જરૂરી છે. આઇસોલેશન એટલે એકાંત અને આ એકાંત વ્યક્તિ પોતાના સમીપે પણ રહી શકે છે. ‘સ્વ’ ની અનુભૂતિ કરી શકે છે. આવા સમયે વ્યક્તિના સૌથી સારા મિત્રો એટલે પુસ્તકો. સારા પુસ્તકો એ હજાર મિત્રોની ગરજ સારે છે, તે કહેવત પ્રમાણે જ કોરોનાની પરિસ્થિતિમાં પણ જો દર્દી સતત સકારાત્મક વિચારોનું ચિંતન કરતો રહે તો ચોક્કસપણે સારવારને સારા પરિણામો મળી શકે છે.

કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ

આ પણ વાંચોઃ કોરોનાના દર્દીની સારવાર કરવા મહિલા ડોક્ટર સ્કૂટર પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર જાય છે

આ અંગે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટનું શું કહેવું છે ?

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદીએ કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ કોરોના ડેઝીગ્નેટેટેડ 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓની માનસિક સ્થિતિની દરકાર કરીને તેમનું કાઉન્સિલીંગ કરવા માટે કાઉન્સિલરની નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલર દ્વારા દર્દીઓને એકલવાયાપણાની અનુભૂતિ ન થાય તે માટે સતત કાઉન્સિલીંગ કરવામાં આવે છે. તેમની માનસિક સ્થિતિ મજબૂત રહે તે માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ
કાઉન્સિલરનો દર્દીઓ સાથે લાગણીસભર સંવાદ

ક્યાંક આ કાઉન્સિલરો નીચે દર્દી સાથે બેસીને તેમની સાથે લાગણીસભર વાત કરતા કહે છે કે, ‘બા, હું છુ ને..! તમે શું કામ ચિંતા કરો છો.. હું તમારી દીકરી જેવી જ છુ..’ કદાચ આટલા શબ્દો કોઈ પણ દર્દીને બીમારીમાંથી ઉભો કરી દોડતો કરવા સમર્થ છે. કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ રોગથી ડિપ્રેશનમાં કે ચિંતામાં ન રહે તે માટે જીવનમાં હકારાત્મક વલણ જાળવી રાખે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને આધ્યાત્મિક અને સકારાત્મક વિચારસરણી કેળવાય તેવા પુસ્તકો આપવામાં આવે છે. આવા અભિગમ દર્દીને બેઠા કરવા પુરતા છે, એ પણ એટલું જ નિશ્ચિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.