ETV Bharat / city

અમદાવાદમાં જાહેરમાં હોળી રમનાર વિરૂદ્ધ કોર્પોરેશન કરશે કાર્યવાહી - Holi festival

AMC દ્વારા હોળીના તહેવાર માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, ત્યારે લોકો હોળી રમતાં પકડાશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

AMC
AMC
author img

By

Published : Mar 28, 2021, 7:40 PM IST

  • ધૂળેટી રમવા પર મૂકાયો પ્રતિબંધ
  • નિયમોનું ચુસ્ત પાલન કરવા આદેશ
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા

અમદાવાદ: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અને ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ કડક કાર્યવાહી કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ધૂળેટીએ પબ્લિક ગેધરીંગ નહીં થાય થવા દઈએઃ DGP

AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે

શહેરની મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે. આવતીકાલે સોમવારે 200થી વધુ ટીમો રોડ ઉપર ઉતરશે. પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: હોળી પર્વ ઉજવવા વતન જતા લોકો માટે ભરૂચ ST વિભાગ 60 બસ ફાળવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.