ETV Bharat / city

કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો - કોરોના હોટસ્પોટ

ગયા રવિવારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે હવે ચૂંટણી બાદ ફરી એક વાર કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. વચ્ચે 250ની અંદર આવતા કોરોનાના કેસની સંખ્યા આજે 400થી ઉપર સુધી આંબી છે. આ ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા શહેરમાં 16 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 27 ફેબ્રુઆરીથી સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી શરૂ થશે.

કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતા શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતા શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધાકોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતા શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારોરો
author img

By

Published : Feb 27, 2021, 8:30 AM IST

Updated : Feb 27, 2021, 9:25 AM IST

  • કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે
  • શહેરમાં 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે
  • પાંચ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 383 લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
  • 27 ફેબ્રુઆરીથી સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કારણે 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેંરવામાં આવ્યા છે. શહેરના વટવા, સાઉથ બોપલ, વસ્ત્રાલ, ચાંદલોડિયા અને ઘાટલોડિયાના પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 383 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્કેનિંગની કામગીરી હાથ ધરાશે. સરવે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

40 દિવસ બાદ ફરી અમદાવાદમાં 101 કેસ નોંધાયા

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં ફરી સંક્રમણ વકરી અને કોર્પોરેશનની ચૂંટણી બાદ છેલ્લા પાંચ દિવસ વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે 18 જાન્યુઆરી બાદ 40 દિવસ પછી અમદાવાદ શહેર અને જિલ્લામાં 101 કેસ નોધાયા છે. 25 ફેબ્રુઆરીની સાંજથી 26 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 99 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. તેમ જ શહેરમાં 71 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,569 થયો છે. જ્યારે 59,665 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Last Updated : Feb 27, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.