- 27 માર્ચે 109 લોકોના ટેસ્ટ કરાવતાં 8 પોઝિટિવ આવ્યા
- IIM અમદાવાદ કેમ્પસમાં અત્યાર સુધીમાં કુલ 180 કોરોના પોઝિટિવ
- IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદ: જિલ્લામાં IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા. 26-27 માર્ચે 5 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા જેમાં 91 RTPCR ટેસ્ટ હતા તેમાં 10 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો: ભારતનું આઈટી ક્ષેત્ર કોરોના કટોકટીના સકંજામાં
27 માર્ચ સુધીમાં IIMમાં 180 પોઝિટિવ કેસ
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડ તરફથી મળતી વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ-અલગ દિવસો દરમિયાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા હતા. 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 180 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો: મેચ જોવા ગયેલા IIM-અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા