ETV Bharat / city

ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો - કોરોના વેક્સિન લીધી

ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નગરજનો, વેપારીઓ તેમજ પત્રકાર મિત્રો સહિત 250 વ્યક્તિઓએ કોરોના વેક્સિન લીધી હતી.

ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો

author img

By

Published : Apr 4, 2021, 10:40 AM IST

Updated : Apr 4, 2021, 12:40 PM IST

  • જનકલ્યાણ સેવા ટ્રસ્ટના મંત્રી નિલેશ બગડીયાએ લીધી કોરોના વેક્સિન
  • 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજવામાં આવ્યો વેક્સિનેશન કેમ્પ
  • કોરોનાને ડામવા વેક્સિન લેવા ધારાસભ્ય એ નગરજનોને કરી અપીલ

ધંધુકા: ઠક્કર ચેમ્બર્સ ખાતે 45 વર્ષથી ઉપરની વય ધરાવતા નાગરિકો માટે અને કોરોના સંક્રમિતોના વધતા જતાં પ્રમાણને ડામવા માટે કોરોના વેક્સિનેશનનો કેમ્પ યોજવામાં આવેલો હતો. ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ, ડૉક્ટર દિનેશ પટેલ (THO), નિલેશ બગડીયા, રાજુ ઠક્કર- વેપારી અગ્રણી, IP ડાભી હોમગાર્ડ કમાન્ડર તેમજ પત્રકારોની ઉપસ્થિતિ વચ્ચે સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી કોરોના જેવા રોગમાંથી મુક્તિ અપાવવા ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ

વેપારીઓ, પત્રકારો અને અન્ય નાગરિકોએ વેક્સિન લીધી

આવી કોરોનાની મહામારીના કપરા સમયમાં ધંધુકામાં પણ કેટલાક નાગરિકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાના દુઃખદ બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે, બધા નાગરિકોએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખી વેક્સિન લીધી હતી. અહી યોજવામાં આવેલા, કેમ્પ દરમિયાન 45 વર્ષ કરતા વધુ વયના ધંધુકાનાં નગરજનો, વેપારીઓ તેમજ પત્રકાર મિત્રો સહિત 250 વ્યક્તિઓએ કોરોના વેક્સિન લઈ પોતાની તેમજ પોતાના પરિવારની જવાબદારી નિભાવી હતી. આ સાથે, અન્ય લોકોને પણ વેક્સિન લેવાની પ્રેરણા આપી હતી. તેમજ કોઈ પણ જાતની આડઅસર થતી નથી તેમ કોરોના વેક્સિન લેનાર રાજુ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: દેશમાં અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

Last Updated : Apr 4, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.