ETV Bharat / city

વસ્તુની સપાટીને જંતુમુક્ત કરતું ઉપકરણ વિકસાવાયું - latest news of lock down

કોરોના વાઈરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. ત્યારે સ્પર્શથી ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓને જંતુમુક્ત રાખવા મશીન બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 17, 2020, 1:47 PM IST

અમદાવાદઃ એક વૈજ્ઞાનિક અને સંશોધક હોવાને નાતે પ્રસેનભાઈએ i create ખાતેના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરીને વિકિરણ આધારિત ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ પારજાંબલી કિરણો દ્વારા વસ્તુને જંતુમુક્ત કરે છે. 260 નેનો મીટરની તરંગ લંબાઈ કોઈપણ બેક્ટેરીયા કે વાઈરસ જેવા અતિસુક્ષ્મ જીવોના આર.એન.એ (રિબોન્યુક્લિક એસિડ) અને ડી.એન.એ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને ખંડિત કરવા માટે સક્ષમ છે.

વસ્તુની સપાટીને જંતુમુક્ત કરતું ઉપકરણ વિકસાવાયુ

માત્ર 10 મિનિટમાં પ્રવાહી સિવાયની કોઈપણ વસ્તુ જંતુ મુક્ત થઈ શકે અને તેને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું મશીન વિકસાવાયું છે. કોરોના વાઈરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. ત્યારે સ્પર્શથી ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે. પરંતુ રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓને જંતુમુક્ત રાખવા આ મશીન ઉપયોગી થશે.

ગુજરાત સરકારના સહકાર અને લોકડાઉન વચ્ચે અવર-જવરની પરવાનગી મળતા પ્રસેન આ ઉપકરણ બનાવવામાં સફળ નીવડ્યા.ઘરમાં, સરકારી કચેરીઓમાં કે અન્ય કોઇપણ સ્થળે સામાન્ય વપરાશમાં લેવાતી વસ્તુઓ જેમ કે માસ્ક, મોબાઈલ ફોન, ચલણી નાણું, ચાવી, કરીયાણાની વસ્તુઓ અને શાકભાજીને આ ઉપકરણ વડે જંતુમુક્ત કરી શકાય છે. માત્ર 10 મિનિટના સમયમાં આ ઉપકરણ કોઇપણ પદાર્થની સપાટીને 100% જંતુમુક્ત બનાવે છે.

આમ, આ ઉપકરણ કોરોના વાઈરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. માનવત્વચા અને આંખ માટે પારજાંબલી કિરણો નુકસાનકારક છે માટે ઉક્ત ઉપકરણનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો હિતાવહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.