- રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
- આજે રાજ્યમાં કુલ 850 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
- ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને 2,41,845 પર પહોંચી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે રાહતના સમાચાર છે. જો આજની અને શનિવારની વાત કરીએ તો કોરોના કેસો 900થી ઓછા સામે આવ્યા છે.
ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે
આજે કોરોનાના કુલ 850 પોઝિટિવ કેસ નોંધાયા છે, જો કે રાજ્યમાં કોરોનાની કુલ કેસોની સંખ્યા વધીને 2,41,845એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4282એ પહોંચ્યો છે. જ્યારે 920 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.91 ટકાએ પહોંચ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
![રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 850 પોઝિટિવ કેસ નોંધાયા, 07ના મોત, 920 દર્દી ડિસ્ચાર્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10027836_1.jpg)
રાજ્યમાં કોરોના મહામારીથી થતા મૃત્યુમાં પણ થઈ રહ્યો છે ઘટાડો
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોને કોરોના ભરખી ગયો છે, ત્યારે સુરત કોર્પોરેશનમાં 2 અને વડોદરામાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4282એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,27,128 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 10,435 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 63 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 10,372 સ્ટેબલ છે.
રાજ્યમાં ક્યાં કેટલા કેસો કોરોના વાઇરસના નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકના કોરોના વાઇરસના કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 172, સુરત કોર્પોરેશન 126, વડોદરા કોર્પોરેશન 105, રાજકોટ કોર્પોરેશન 61, સુરત 32, રાજકોટ 31, દાહોદ 30, વડોદરા 30, કચ્છ 26, મહેસાણા 22, ભાવનગર કોર્પોરેશન 19, પંચમહાલ 16, જામનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન 13, ખેડા 13, મોરબી 11, સુરેન્દ્રનગર 11, સાબરકાંઠા 10, અમરેલી 9, ભરૂચ 8, જુનાગઢ કોર્પોરેશન 8, જુનાગઢ 7, અમદાવાદ 6, આણંદ 6, બનાસકાંઠા 6, પાટણ 6, ગીર સોમનાથ 5, જામનગર 5, મહીસાગર 5, ભાવનગર 4, બોટાદ 3, નર્મદા 3, અરવલ્લી 2, દેવભૂમિ દ્વારકા 2, નવસારી 2, પોરબંદર 2, વલસાડ 2, છોટા ઉદેપુર 1, ડાંગ 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.