- કોવિડની ત્રીજી લહેરની શરૂઆત પૂર્વે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ધમધમ્યા
- બીજી લહેર પૂર્વે પણ ફરી શરૂ થયા હતા ટેસ્ટિંગ, લહેર ઓછી થતા ટેસ્ટિંગ બંધ કરાયા હતા
- ભારતમાં ધીમા દરે વધી રહ્યા છે કોરોનાના કેસ
અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. તેવા સમયે ધીમા દરે અત્યારે કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને નિષ્ણાંતો ત્રીજી લહેરનો સંકેત ગણી રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં શરૂ કરાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેસ્ટિંગ સેન્ટર ચૂંટણી બાદ ફરી શરૂ કરાયા હતા. હવે ત્રીજી લહેરની સંભાવના દેખાતા તે ફરી શરૂ કરાયા છે. રાહતના સમાચાર એ છે કે, આ ટેસ્ટિંગ ડોમ ઉપર ગણ્યા-ગાંઠ્યા લોકો ટેસ્ટ કરાવવા આવે છે. તેમાથી નહિવત લોકો કોરોના પોઝિટિવ મળે છે.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેપીડ કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા
રસીકરણ અને ઇમ્યુનિટીને કારણે કેસ ઓછા
કોવિડ ટેસ્ટિંગમાં અત્યારે કોઈ વ્યક્તિ પોઝિટિવ આવતું નથી. તે રાહતનો સમાચાર છે. જો કે તેમ છતાંય લોકોએ બેકાળજી રાખવી યોગ્ય નથી. બીજી તરફ અમુક લોકો વાતાવરણમાં પલટાને લઈને લાગેલા વાયરલ ઇન્ફેકશનને કોરોના સમજીને ટેસ્ટ કરાવવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે ચોક્કસ પણે મોટા પાયે ચાલતું રસીકરણ અભિયાન અને લોકોમાં કોરોનાની એન્ટીબોડીના કમાલ થકી કોરોનાને કેસ નહિવત જેટલા આવી રહ્યા છે.