- છેલ્લા 24 કલાકમાં 481 પોઝિટિવ કેસ નોંઘાયા
- 1526 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 09 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહિના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 481 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે સૌથી વધુ 1,526 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 09 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસ થયા ઓછા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો શુક્રવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 224 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને હરાવ્યોછે. જ્યારે વડોદરામાં 51, સુરત 62, અને રાજકોટમાં 24 કેસ નોંધાયા છે.
શુક્રવારે 2,86,459 વ્યક્તિનું રસિકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે 2,86,459 વ્યક્તિનું રસિકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,97,35,809 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે શુક્રવારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,94,310 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુના 19,162 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યની વર્તમાન સ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 11,657 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 296 વેન્ટિલેટર પર અને 11,361 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9,976 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,97,734 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.36 ટકા સુધી પહોંચ્યો છે.