અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં અમદાવાદથી ટ્રક લઇ વાપી જઈ રહેલા ટ્રક ચાલકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની સાથે રહેલ વધુ એક ટ્રક ચાલકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
જો કે, બંને ટ્રક ચાલકનાં કેસ ભરૂચમાં નહી, પરંતુ અમદાવાદમાં ગણાશે. આ તરફ ઇખર ગામના કોરોના પોઝિટિવ દર્દી અશદ બાદશાહ સાજો થઇ જતા તેને રજા આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 27 પોઝિટિવ કેસ પૈકી 2 દર્દીના મોત નીપજ્યા છે, જ્યારે 22 દર્દી સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. હાલ ભરૂચ જિલ્લાના કુલ ત્રણ અને અમદાવાદના 2 ટ્રક ડ્રાઇવર મળી કુલ 5 દર્દી સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજ રોજ વધુ 16 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જ્યારે હાલ 38 વ્યક્તિઓ ફેસીલીટી કોરોન્ટાઈન હેઠળ અને 150 વ્યક્તિ હોમ કોરનટાઈન હેઠળ છે.