અમદાવાદઃ કોરોના જેવી ભયાનક બીમારીને લીધે બંધ થયેલા ધંધા-નોકરીથી દરરોજ કામકરનારાઓ માટે દયનીય સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ગરીબ વર્ગના આશરે 3 કરોડ લોકોને સસ્તા ભાવે અનાજ કરીયાનણું ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ સંકટના સમયમાં લોકોની મદદ કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલથી ગરીબ વર્ગને મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકો અને કેટલાક કર્મચારીઓ દ્વારા તેમના એક દિવસનો પગાર જરૂરીયાતમંદ લોકોની મદદે આપવાની જાહેરાત કરી છ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ આજ રીતની મદદ કરશે. કેટલી રકમ ભેગી થઈ શકશે, એ અંગેની વિગતો તમામ જણાવવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે દરેક બાર કાઉન્સિલ મદદ માટેની જે રકમ એકત્ર કરી છે, તે ત્યાંના સ્થાનિકોને કલેક્ટર મારફતે ચેક આપશે. જરૂરિયાતમંદોની મદદ માટે બાર કાઉન્સિલના વકીલોનું મોબાઈલ વોટ્સએપ ગૃપ પણ બનાવવામાં આવશે. જેમાં આ અંગેની વધુ ચર્ચા થઈ શકશે.