અમદાવાદ: નિકોલ વિસ્તારમાં કેટલાક યુવકોએ એક શ્વાનની જન્મદિવસની ઉજવણી કરી હતી, શ્વાનના જન્મદિવસની ઉજવણી પાછલ 7 લાખ રૂપિયાનો ખર્ચો પણ કર્યો હતા. જેમાં લોકો કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડીને ગરબા (Violation of Corona's guideline on dog's Birthday in Nikol) રમતા અને નાચતા જોવા મળી રહ્યા છે. તે દરમિયાન ન તો કોઈએ માસ્ક પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. આ વીડિયો વાઈરલ (In Nikol dog birthday video goes viral) થતા નિકોલ પોલીસની પોલ ખૂલી ગઈ છે, તો પોલીસે અત્યારે આ મામલે ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે.
શ્વાનના જન્મદિવસ પાછળ 7 લાખ ખર્ચવા પડ્યા ભારે
નિકોલમાં મધુવન પાર્ટી પ્લોટમાં શ્વાનના જન્મદિવસની (Dog Birthday Celebration at Madhuvan Party Plot)) ઉજવણી થઈ હતી. જોકે, અત્યારે ઉજવણી માટે સરકારે સંખ્યા નક્કી કરી છે, પરંતુ અહીં સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. ઉજવણી માટે આયોજકે પણ કોઈ મંજૂરી ન લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તો પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે, જ્યારે પોલીસે ચિરાગ ઉર્ફે ડાગો પટેલ, ઉર્વીશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી છે. પોલીસને તો આ પાર્ટીનો વીડિયો જ્યારે વાઈરલ (In Nikol dog birthday video goes viral) થયો ત્યારે જાણ થઈ હતી.
નિકોલ પોલીસની ખૂલી પોલ
નિકોલ પોલીસ પોતાના વિસ્તારમાં નિષ્ક્રિય છે, અનેક લોકો કોરોના કાળમાં નિયમો ભંગ (Corona Guideline Violation in Nikol) કરે છે, પરંતુ તેના વીડિયો વાઈરલ થાય પછી પોલીસ સક્રિય થાય છે. તેનું તાજું જ ઉદાહરણ જોવા મળ્યું નિકોલની આ (Corona Guideline Violation in Nikol) પાર્ટીમાં, એક તરફ રાજ્યમાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે, તેવામાં કોરોનાના નિયમોને નેવે મૂકીને આવી પાર્ટી યોજવી ઘાતક નીવડી શકે છે. આ કેસમાં પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે, જોકે પોલીસે માત્ર ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો હોવાથી અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.
પાર્ટીનો વીડિયો વાઈરલ થયા પછી પોલીસ આવી હરકતમાં
પાર્ટીનો વીડિયો વાઈરલ થયો (In Nikol dog birthday video goes viral) હતો, જેમાં ગાયક કલાકાર કાજલ મહેરિયા ગીતો ગાઈ રહ્યાં છે અને બધા ડીજેના તાલે ગરબા રમી રહ્યા છે અને ઝૂમી રહ્યા છે, તે દરમિયાન ન તો કોઈએ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું અને ન તો માસ્ક (Corona Guideline Violation in Nikol) પહેર્યું, એટલે રાજ્યમાં વકરતી કોરોનાની સ્થિતિને નેવે મૂકીને લોકો ઝૂમતા જોવા મળ્યા હતા.