અમદાવાદઃ રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓને ચાલુ રાખી છે ત્યારે ગાંધીનગર સચિવાલયમાં બ્લોક નંબર-12માં સાતમા મળે આવેલી નર્મદા નિગમની કચેરીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં અને તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ આ કર્મચારી અમદાવાદના અસારવા ખાતેથી અપડાઉન કરતાં હતાં અને નર્મદા નિગમમાં પેન્શન બ્રાન્ચમાં ફરજ બજાવતાં હતાં અને તેઓ 15 દિવસ અગાઉ માત્ર સહી કરવા જ આવ્યાં હતાં તે બાદ તેમનો પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. જે બાદ તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
સચિવાલય સ્થિત નર્મદા નિગમના કર્મચારીનું કોરોનાથી મોત
કોરોનાનો પંજો દિનોદિન કસાતો જઈ રહ્યો છે ત્યારે સરકારી કર્મીઓ પણ કોરોનાનો સામનો કરતાં મોતને ભેટી રહ્યાં છે. અમદાવાદના અસારવામાં રહેતાં અને ગાંધીનગર નર્મદા નિગમમાં કામ કરતાં સરકારી કર્મચારીનું કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાંના ગણતરીના કલાકોમાં મોત નીપજ્યું હતું.