- કોરોના કાળમાં સામાજિક સંસ્થાઓને પણ ફટકો
- અમદાવાદની અંધજન મંડળ સંસ્થાના વેપારમાં મોટો ઘટાડો નોંધાયો
- દિવાળી દરમિયાન વેચાતા દીવાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો
- સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી
અમદાવાદઃ અંધજન મંડળ જેવી સંસ્થાઓમાં હજારો દિવ્યાંગ લોકો રોજગારી મેળવે છે. અંધજન મંડળમાં દિવાળીની સીઝનમાં વેચવામાં આવતા સામાનને કારણે કેટલાય દિવ્યાંગ લોકોનું ગુજરાન ચાલે છે. ત્યારે આ વર્ષે ખૂબ ઓછા ઓર્ડર મળતાં સંસ્થા સાથે જોડાયેલા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ સંસ્થા દ્વારા દિવ્યાંગોને મદદ કરવામાં આવી રહી છે. જેથી સંસ્થા સાથે જોડાયેલા લોકોને મહદ અંશે રાહત મળી છે.
- સંસ્થાને મોટો આર્થિક ફટકો
દિવાળીના તહેવારમાં દર વર્ષે અંધજન મંડળને આશરે 40 લાખ રુપિયા જેટલા દીવા બનાવવાના ઓર્ડર મળતાં હોય છે. પરંતુ આ વર્ષે ફક્ત આશરે 1 લાખ રુપિયા જેટલો ઓર્ડર મળ્યો છે. ત્યારે સંસ્થા દ્વારા પણ સમાજના લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે આપની આસપાસ તેમ જ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા દિવ્યાંગોને સમાજ દ્વારા મદદ કરવામાં આવે.
કોરોનાના કારણે અંધજન મંડળનો વેપાર ઘટ્યો, આ વર્ષે દીવાઓના ઓર્ડરમાં મોટો ધટાડો - દીવાળી વેપાર
કોરોનાના કારણે દેશની ઈકોનોમીને ભારે નુકશાન થયું છે. ત્યારે સામાજિક સંસ્થાઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અંધજન મંડળમાં દરવર્ષે દિવાળીના તહેવારમાં લાખોની સંખ્યામાં દીવાઓ બનાવવાનો ઓર્ડર મળતો હતો. પરંતુ આ વર્ષે અંધજન મંડળને ખૂબ ઓછો ઓર્ડર મળ્યો છે.
કોરોનાના કારણે અંધજન મંડળનો વેપાર ઘટ્યો, આ વર્ષે દીવાઓના ઓર્ડરમાં મોટો ધટાડો