- રાજ્ય સહિત સમગ્ર દેશમાં વકરતો કોરોના
- વધતા કોરોનાના કેસની વચ્ચે ગાઇડલાઈનનું ઉલ્લંઘન
- કોરોના કેસમાં વધારો થતાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધ્યા
અમદાવાદ: ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી ઉછાળો થઈ રહ્યો છે. શહેરમાં 49 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. ત્યારે શહેરમાં નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે મંગળવારથી સઘન અને ઘનિષ્ઠ ડોર-ટુ-ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો
અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઈનનું ઉલંઘ્ઘન, સંક્રમણમાં વધારો
એક સમયે કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ફરી કોરોના વકરી રહ્યો છે. કારણ કે, જે રીતે કોરોનાની ગાઇડલાઈનનું ઉલ્લંધન થતું જોવા મળી રહ્યું છે. જેમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. દિવસને દિવસે વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ અમદાવાદ શહેર અને જિલ્લામાં 200 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પૂર્વવત શરૂ કરાઈ