ETV Bharat / city

કોરોનાના કારણે પતંગ બજારમાં 85 ટકા નુકસાની

અમદાવાદ શહેરના પતંગ બજારમાં દર વર્ષે 10 થી 12 કરોડ પતંગ બને છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અંદાજે બે કરોડ જેટલી જ પતંગો તૈયાર થઈ છે.મહત્વનું છે કે, આ વર્ષે હોલસેલ વેપાર 20 ટકા જ થયો છે.

પતંગ બજારમાં 85 ટકા નુકસાની
પતંગ બજારમાં 85 ટકા નુકસાની
author img

By

Published : Dec 28, 2020, 12:52 PM IST

Updated : Dec 28, 2020, 1:13 PM IST

પતંગ બજારમાં મંદીનો માહોલ

બે કરોડ પતંગ થઈ છે તૈયાર

હોલસેલ ભાવમાં 25 ટકા જેટલો વધારો

કોરોનાના કારણે પતંગ બજારમાં 85 ટકા નુકસાની
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ફેલાઇ છે. ત્યારે સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે.જમાલપુર કાલુપુર સહિતના વિસ્તારોમાં પતંગ માટેનું કામગીરી કરતી આવે છે. ત્યારે આ વર્ષે લોકડાઉનના કારણે પતંગ માટેની કામગીરી જુલાઈ મહિનાથી શરૂ કરવામાં આવી છે. જેને લઇને 80 ટકા પતંગના કારખાના બંધ છે.
અન્ય રાજયોમાંથી મળતું મટીરીયલ ન મળતા હાલાકી

બહારના રાજયોમાંથી 70 પરિવારો આવ્યા જ નથીકાલુપુર વિસ્તારમાં પતંગ નું પેપર કરતા વેપારીએ જણાવ્યું કે, અન્ય રાજયોમાંથી પતંગ બનાવવા માટે આવતા 70 જેટલા પરિવારો આ વર્ષે આવ્યો નથી. જેના કારણે 80 થી 85 ટકા પતંગ બનાવવાના કારખાના હાર બંધ છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસની વચ્ચે રાત્રી કરફ્યૂના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.
પતંગ બજારમાં મંદીનો માહોલ
પતંગ બજારમાં મંદીનો માહોલ
અન્ય રાજયોમાંથી મળતું મટિરીયલ ન મળતા હાલાકીપતંગ બનાવવા માટે ઉપયોગમાં આવતી સળી આસામ અને કોલકાતામાં બને છે પરંતુ કોરોનાના કારણે આ વર્ષે વધારે ઉત્પાદન થયું નથી અને માલ પણ ઓછો મળ્યો હોવાથી ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે જે પતંગ 300 રૂપિયાની વેચાતી હતી. તે આ વખતે 350 થઈ છે. ગુજરાતી પતંગનો વેપાર અન્ય રાજ્યોમાં પણ થાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર બે જ રાજ્યોમાં પતંગનું વેપાર થઇ શક્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબ સહિત તમામ રાજ્યોમાં ગુજરાતમાંથી પતંગ બનીને જાય છે. આ વર્ષે કોરોનાના કારણે વેપારીઓમાં વેપાર નહીં થતાં નિરાશા જોવા મળી રહી છે.
  • આ પણ વાંચો :

રાજકોટની બજારોમાં જોવા મળ્યો કોરોના પતંગનો ક્રેઝ

કોરોના મહામારી વચ્ચે ખંભાતના પતંગ ઉદ્યોગ અને દોરી ઉદ્યોગમાં તેજીની સફર

ઉત્તરાયણ પહેલા દોરીથી યુવાનના આંખોની ભમરો કપાઈ, યુવાનને 20 ટાંકા આવ્યા

Last Updated : Dec 28, 2020, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.