અમદાવાદ:ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આજે સાતમો પદવીદાન સમારંભ (Convocation of Babasaheb Ambedkar University 2022 )યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આયોજિત આ પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી તથા ગુજરાતના ઉચ્ચ અને તકનીકી શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ નોઇડામાં નકલી ડિગ્રીને કારણે 3 શિક્ષકને કરાયા બરખાસ્ત
20 વિદ્યાર્થીઓએ મેળવી પી.એચડી પદવી
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ સાતમા પદવીદાન (Convocation of Babasaheb Ambedkar University 2022 )સમારંભમાં 20 પીએચડી, 3172 અનુસ્નાતક, 6789 સ્નાતક, 181 અનુસ્તાનક ડિપ્લોમા, 5299ને ડિપ્લોમા અને સર્ટિફિકેટ એમ કુલ 15,461 ડિગ્રીઓ રાજ્યભરના વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી.37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 35 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ જ્યારે 35 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ પણ એનાયત (7th Convocation of Babasaheb Ambedkar Open University) કરવામાં આવ્યું હતું..પદવીદાન સમારંભની સાથે સાથે યુનિવર્સિટીના ‘જ્યોતિર્મય’ પરિસરમાં નવનિર્મિત ‘અગત્સ્ય અતિથિ નિવાસ’ તથા ‘મૈત્રેયી મૂલ્યાંકન ભવન’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ
નવી શિક્ષણ નીતિની 80 ટકા બાબતોનો અમલ થશે
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગે ગુજરાતને આવરી લેતી આ એક માત્ર યુનિવર્સિટી છે. સરકાર શિક્ષણ માટે જમીન અને મકાન ઉપલબ્ધ કરાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી તે પરથી રોડ મેપ તૈયાર કરાયો હતો તે રોડ મેપ મુજબ રાજ્યની યુનિવર્સીટીઓ આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિનું કામ કર્યું છે જેને તમામ લોકોએ અપનાવી છે. 2030 સુધીમાં નવી શિક્ષણ નીતિની 80 ટકા બાબતો રાજ્યમાં અમલ કરવામાં આવશે.