ETV Bharat / city

અમદાવાદમાં પેપર સબમિટ માટે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતા વિવાદ - ONLINE EDUCATION

શહેરના ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સમબિટ કરાવવા માટે બોલાવવામાં આવતા DEO(ડિસ્ટ્રીક એજ્યુકેશનલ ઑફિસર)એ સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. સ્કૂલોમાં ઓફલાઈન પરીક્ષા બંધ હોવાને કારણે પરીક્ષા લઈને પેપર વાલીઓએ સ્કૂલમાં સબમિટ કરાવવા જવાનું હતું. સ્કુમ સ્કૂલમાં વાલીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Mar 24, 2021, 9:58 AM IST

Updated : Mar 24, 2021, 1:57 PM IST

  • ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરાવવા બોલાવતા વિવાદ
  • DEOની તપાસમાં સ્કૂલના પ્રિન્સીપાલ અને ક્લાર્ક વચ્ચે સંકલન ન હોવાનું સામે આવ્યું
  • ​​વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરવા સ્કૂલમાં બોલાવાયા

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે સ્કૂલો બંધ છે. જેને લઇને ઓનલાઇન પરીક્ષા લેવાની સૂચના મહાનગરોમાં આપવામાં આવી છે. પરંતુ ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને પગલે DEO કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે સ્કૂલની મુલાકાત લઇને આ મામલે તપાસ કરી હતી. જેમાં સ્કૂલ પ્રિન્સીપાલ અને ક્લાર્ક વચ્ચે સંકલન ન હોવાનું સામે આવ્યું હતું.

DEOની તપાસમાં સ્કૂલે શું કારણ આપ્યું?

સ્કૂલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વાલીઓને પેપર સબમીટ કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. ખુદ વિદ્યાર્થીઓ સબમિટ કરાવવા માટે આવ્યા હતા. જેને લઇને DEO કચેરીએ હાલમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા અને વાલીઓ પણ જો નોકરી કરતા હોય તો યોગ્ય સમય આપીને તેમને બોલાવવાની તાકિદ કરી છે.

અમદાવાદમાં પેપર સબમિટ માટે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતા વિવાદ

આ પણ વાંચો: પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ

કોરોનાના કેસો વધતા ઓફલાઈન શિક્ષણ બંધ

કોરોનાના કેસો વધતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 મનપા પૈકી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ 8 મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નિંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.

આ પણ વાંચો: સરકારના આદેશના અવગણના કરી વડોદરા શહેરની એક શાળાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા

Last Updated : Mar 24, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.