ETV Bharat / city

કોરોનાકાળમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ખાનગી હોસ્પિટલ્સ અને ઈન્શ્યોરન્સ કંપનીઓ વિરૂદ્ધ સૌથી વધારે કેસ નોંધાયા - private hospitals

કોરોના મહામારીમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમજ ખાનગી હોસ્પિટલ્સ વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. હોસ્પિટલ્સ દ્વારા વિવિધ સુવિધાઓના નામે, જ્યારે ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેઈમ પાસ ન કરીને અથવા તો આંશિક ક્લેઈમ પાસ કરીને ઉપભોક્તાઓને છેતરવામાં આવતા હોવાની ફરિયાદો નોંધાઈ છે.

કોરોનાકાળમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ખાનગી હોસ્પિટલ્સ અને ઈન્શ્યોરન્સ કંપનીઓ વિરૂદ્ધ સૌથી વધારે કેસ નોંધાયા

author img

By

Published : May 28, 2021, 7:05 PM IST

  • ગુજરાત હાઇકોર્ટનો હોસ્પિટલના મહત્તમ ચાર્જીસ અંગેનો ઓર્ડર છતાં નિયમોની અનદેખી
  • અમદાવાદમાં દૈનિક ઈન્શ્યોરન્સ કંપની સામે ત્રણ કેસ નોંધાઈ રહ્યા છે
  • ઈન્શ્યોરન્સ કંપનીની રકમ અધૂરી પૂરી પાડતી હોવાની ફરિયાદ

અમદાવાદ: કોરોનાની બીજી લહેર ( second wave of corona )માં કોરોના દર્દીઓની સંખ્યામાં વઘારો થતા ગ્રાહક સુરક્ષા કોર્ટ ( Consumer protection court ) માં હોસ્પિટલ્સ અને મેડીક્લેઈમને લગતા કિસ્સાઓ વધુ માત્રામાં નોંધાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલ્સ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરની અવગણના કરીને નક્કી કરાયેલા ચાર્જ કરતા વધારે ચાર્જ વસૂલી રહી છે. આ ઉપરાંત insurance companies ક્લેઈમ કરેલી રકમ આપવામાં આનાકાની કરતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. છેલ્લા 5 વર્ષથી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં એડવોકેટ તરીકે કાર્યરત આનંદ પરીખનું કહેવું છે કે, જુલાઈ 2020થી અત્યારસુધીમાં અંદાજે 800 જેટલા એટલે કે રોજના સરેરાશ 3 કેસ અમદાવાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નોંધાઈ ચૂક્યા છે.

કોરોનાકાળમાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ખાનગી હોસ્પિટલ્સ અને ઈન્શ્યોરન્સ કંપનીઓ વિરૂદ્ધ સૌથી વધારે કેસ નોંધાયા

2.50 લાખથી વધુના ક્લેઈમ સામે માત્ર 83 હજાર જેટલો મંજૂર થયો

અમદાવાદના કેતનભાઇ શાહને 3 જૂન 2020 ના રોજ કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની 12 જૂન 2020ના રોજ સારવાર પૂર્ણ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. માત્ર 10 દિવસની જનરલ વોર્ડમાં સારવાર લેવા બદલ હોસ્પિટલે 2,50,426 રૂપિયાનું બિલ બનાવ્યું હતું. આ બિલ ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલ દ્વારા નક્કી કરાયેલી મહત્તમ રકમ કરતા વધુ હોવા છતાં ખાનગી હોસ્પિટલે કેતનભાઇને આપ્યું હતું. આ બિલ જ્યારે insurance company માં મંજૂર થવા ગયું ત્યારે બિલના 62,217 રૂપિયા કે જે PPE કીટ માટે લેવાયેલા હોવાથી કંપની તે બદલ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે એડવોકેટ આનંદ પરીખે ETV Bharatને જણાવ્યું હતું કે, એક ડૉક્ટર એક PPE કીટ પહેરીને જે તે બોર્ડના તમામ દર્દીઓની સારવાર કરતા હોય છે. ત્યારે દરેક દર્દી પાસેથી એક કીટનો ચાર્જ કઈ રીતે વસુલ કરવામાં આવી શકે? આ ઉપરાંત ઈન્શ્યોરન્સ કંપનીએ પણ કેતનભાઇ શાહ ક્લેમ કરી શકે તેની મહત્તમ સીમા 3 લાખ હોવા છતાં કંપનીએ માત્ર 82,960 રૂપિયા જ ચૂકવ્યા હતા. જેના કારણે તેમણે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરવી પડી હતી.

3 લાખની લિમીટ હોવા છતાં ક્લેઇમના 1,56,960 રૂપિયા ન ચૂકવ્યા

અમદાવાદના સીનીયર સીટીઝન સેવા ચંદ્રકાંત શાહ 21 મે 2020ના રોજ કોરોના સંક્રમિત થયા હતા. તેમણે 26 મે 2020 સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સામાન્ય વોર્ડમાં સારવાર લીધી હોવા છતાં હોસ્પિટલે તેમની પાસેથી રૂપિયા 1,56,960 રૂપિયાનું બિલ આપ્યું હતું. ચંદ્રકાંત શાહ ઈન્શ્યોરન્સ કંપનીમાં 3 લાખ રૂપિયાની ઇન્સ્યોર્ડ રકમ ધરાવતા હોવા છતાં તેમને કંપનીએ માત્ર 82,960 રૂપિયા ચૂકવ્યા હતા. જેની સામે તેમણે તેમના લેવાના થતા 74 હજાર રૂપિયા મેળવવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

હાઇકોર્ટનો હોસ્પિટલોને મહત્તમ ચાર્જ વસૂલવા ઓર્ડર હોવા છતાં નિયમોનો ભંગ

એડવોકેટ આનંદ પરીખે ETV Bharatને જણાવ્યું હતું કે, હોસ્પિટલોના સંચાલકો દ્વારા કોરોના સમયે આડેધડ સામાન્ય લોકો પાસેથી વધારાના બિલ વસૂલવામાં આવતા ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલ માટે જુદી જુદી સારવાર પ્રમાણે મહત્તમ વસૂલવાના થઈ શકતા ચાર્જીસની હદ નક્કી કરી હતી. તેમ છતાં હોસ્પિટલ્સ જુદી જુદી સેવાઓના નામે મોટા બિલ બનાવી રહી છે. જે કંટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. આ સામે ચોક્કસથી પગલાં લેવા જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.