ETV Bharat / city

પથરીનું નિદાન કરી Kidney કાઢી લીધી હતી, Consumer court એ 11.23 લાખનું વળતર ચૂકવવા KMG Hospitalને કર્યો આદેશ - Consumer court orders KMG Hospital to pay compensation of Rs 11.23 lac

મહીસાગરની KMG Hospital ની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં દર્દીની પાથરી કાઢવાને બદલે ડોકટરે Kidney કાઢી લેતાં તેનું 4 મહિનામાં જ મોત થયું હતું. આ સામે Consumer court એ હોસ્પિટલને 7. 5 ટકાના વ્યાજ સાથે 11. 23 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

પથરીનું નિદાન કરી Kidney કાઢી લીધી હતી, Consumer court એ 11.23 લાખનું વળતર ચૂકવવા KMG Hospitalને કર્યો આદેશ

author img

By

Published : Oct 19, 2021, 7:55 PM IST

  • મહીસાગરમાં ડોકટરના ઈલાજે દર્દીનું થયું મોત
  • પથરીનું નિદાન કરતા ડોકટરે કિડની જ કાઢી લીધી
  • દર્દીનું ચાર મહિના બાદ થયું અવસાન

અમદાવાદઃ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2011માં ખેડાના દેવેન્દ્રભાઈ રાવલને અચાનક પેટના ભાગે સખત દુખાવો થતા તેમણે KMG Hospital માં તપાસ કરાવી હતી. જ્યાં નિદાનમાં તેમને પથરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પરિવારજનોએ સપ્ટેમ્બર 2011માં તેમનું ઓપરેશન કરાવવાનું નક્કી કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરે તેમની પથરી કાઢવાને બદલે Kidney કાઢી લેતા પરિવારને જણાવ્યું હતું કે દેવેન્દ્રભાઈના શરીરમાં ઇન્ફેક્શન વધી જવાને કારણે કિડની કાઢવી પડી છે. ડોકટરના આવા ઉપચારને કારણે દેવેન્દ્રભાઈનું 4 મહિનામાં જ અવસાન થયું હતું.

કોર્ટે શું કર્યો આદેશ?

Consumer court એ KMG Hospital સામે ઉગ્ર વલણ અપનાવતા 7. 5 ટકાના વ્યાજ સાથે 11. 27 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે હોસ્પિટલની બેદરકારીને કારણે જ દર્દીનું સીધી રીતે અથવા આડકતરી રીતે મોત થયું છે. આમ કોર્ટે નવ વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો કે હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ આણંદના વ્યક્તિએ વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કરી અરજી, મેડિક્લેમના પૈસા ચૂકવવા કર્યો આદેશ

આ પણ વાંચોઃ બિલ્ડરના વાંકે ગ્રાહકની બેન્ક લોન રદ થતા જાણો Consumer Court શું કર્યો આદેશ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.