- ઠંડી વધતા જ અમદાવાદના સ્વેટર માર્કેટમાં ગરમાવો આવ્યો
- અમદાવાદમાં સ્વેટર માર્કેટમાં ગ્રાહકી
- હિમાચલ અને ભૂતાનથી આવ્યા વિન્ટર વેર
- અમદાવાદમાં ત્રણ જગ્યાએ ભરાયા તીબેટીયન માર્કેટ
અમદાવાદ: દરેક સીઝન પ્રમાણે અર્થતંત્રના જુદા-જુદા ક્ષેત્રોમાં માર્કેટમાં તેજી-મંદી આવતી હોય છે. ભારતમાં ત્રણ પ્રકારની ઋતુ અનુભવાતી હોવાથી સીઝનલ ધંધો કરનારા લોકો પણ છે. શિયાળામાં ગરમ કપડાની માંગ (Winter Season Market) વધતા પડોશી દેશો અને ભારતના ઠંડા પ્રદેશોમાંથી ગરમ કપડા વેચવા ગુજરાતમાં (Tibetan market) વેપારીઓ આવતા હોય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર
ક્યાં પ્રદેશોમાંથી આવે છે ગરમ કપડાં?
અમદાવાદના સ્વેટર બજારમાં (Sweater Market in Ahmedabad) સેલ્સમેન આલારામ ETV Bharatને જણાવ્યું હતું કે, તેઓ ભૂતાનથી અહિ આવે છે. સ્વેટર બજારમાં 300 રુપીયાથી લઈને 3000 રૂપિયા સુધીની વસ્તુઓ ઉપલબ્ધ છે. ગરમ કપડાના વેપારીઓ દેશના જુદા-જુદા ભાગો અને પડોશી દેશોમાંથી ગરમ કપડાં અહીં લાવે છે. આ ગરમ કપડાને ગુજરાતમાં ટ્રેન અને પ્લેનથી લાવવામાં આવે છે. મોટાભાગે તે તિબેટ, ભૂટાન, હિમાચલ, બેંગકોક અને લુધિયાનાથી આવતા હોય છે.
ભાવમાં કોઈ ફેર?
વેપારીઓ જણાવે છે કે, છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને લઈને તેઓ ગુજરાતમાં વેપાર કરવા આવી શક્યા નહોતા. આ દરમિયાન તેમણે અવનવી વેરાયટીઓ બનાવી છે. પરંતુ ભાવમાં કોઈ ખાસ ફેર જોવા મળતો નથી. કોરોના બાદ ગ્રાહકી ઓછી છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં વધુ ગ્રાહકો ગરમ કપડાં લેવા આવે તેવી આશા છે.
આ પણ વાંચો: Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ
અનેક જગ્યાએ બને છે ગરમ કપડાં
ગરમ કપડાના વેપારી અને હિમાચલના રહેવાસી ક્રિતિકા ઠાકુર ETV Bharatને જણાવે છે કે, ગરમ કપડા ભારતના અનેક ભાગોમાં અને પડોશી દેશોમાં બનતા હોય છે. વર્તમાનમાં ગરમી વધુ હોવાથી ગ્રાહકો ઓછા છે. પરંતુ આગામી સમયમાં ગ્રાહકો વધશે. તેઓ છેલ્લા 18 વર્ષથી અમદાવાદમાં દર સીઝનમાં ગરમ કપડાં વેચવા આવે છે. તેમને અહીંયા આદર અને સલામતી અનૂભવાય છે.