અમદાવાદ : ભારતનું પ્રથમ હેરિટેજ શહેર (Ahmedabad AMTS Heritage) અમદાવાદ છે. ગુજરાતની આર્થિક પાટનગર પણ ગણવામાં આવે છે, પરતું અમદાવાદનું હૃદય ગણાતું લાલ દરવાજા છે, જ્યા રાજ્યભરના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે શહેરમાં ચાલતી સીટી બસનું મુખ્ય બસ સ્ટેન્ડ પર લાલ દરવાજા ખાતે આવેલું છે. જે કોર્પોરેશન દ્વારા અંદાજે 8.80 કરોડના ખર્ચે હેરિટેજ બસ સ્ટેન્ડ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા તેને વધુ આકર્ષક બનાવવા માટે AMTS ટર્મિનલને હેરિટેજ લૂક આપવામાં આવી રહ્યો છે. જેમી ખાસ ડિઝાઇન હેરિટેજ વિભાગ અને આર્કિટેક વિભાગ દ્વારા પણ તૈયાર કરી દેવામાં આવી છે.
કેવા પથ્થરનો ઉપયોગ થશે - હેરિટેજ વિભાગ તેમજ આર્કિટેક વિભાગ દ્વારા અમદાવાદ કોર્પોરેશને હેરિટેજ બસ સ્ટેન્ડ બનાવવાની ડિઝાઇન આપી દેવામાં આવી છે. જેમાં પિક સ્ટોન અને જોધપુરી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. તેની જે બેઠક વ્યવસ્થા હશે તેમા પણ હેરિજેટ લુક (Ahmedabad AMTS Terminal) પ્રમાણે પિંક સ્ટોન પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. પહેલા આ ટર્મિનલ 6 કરોડના ખર્ચે તૈયાર થવાનું હતું પણ હેરિટેજ દ્વારા ડિઝાઇનમાં તૈયાર થતા 2 કરોડ જેટલો ખર્ચમાં વધારો થયો છે.
આ પણ વાંચો : સંરક્ષિત અભયારણ્યના દરજ્જા માટે પ્રયત્નો નહીં કરવામાં આવે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે
હેરિટેજ લાઈટ જોવા મળશે - અમદાવાદ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા સંપૂર્ણ રીતે હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે. જેના કારણે ATMS ટર્મિનલમાં જે પણ લાઈટીંગ પણ હેરિટેજ હશે. એટલે કે પહેલાના સમયમાં જે ફાનસ ઉપયોગ કરવામાં આવતો હતો તેવા ફાનસમાં લાઇટિંગ કરવામાં આવશે. જેથી તે પણ આકર્ષણનું કેન્દ્ર ઊભું થાય તેવો ઉદ્દેશ છે. AMTS ટર્મિનલની બંને દીવાલે કોર્પોરેશન દ્વારા એક દીવાલે હેરિટેજ પેઇન્ટિંગ દોરવાનું તેમજ બીજી દીવાલ પર હેરિટેજ ફોટોગ્રાફ મુકવામાં આવશે. જેથી અમદાવાદ શહેરમાં આવતા પ્રવાસીઓને અમદાવાદ જેટલા પણ હેરિટેજ સ્થળો છે. તેની માહિતી પ્રાપ્ત થઈ શકે.
નવા ટર્મિનલમાં 21 પ્લેટફોર્મ હશે - લાલ દરવાજા ખાતે નવું ટર્મિનલ આ વર્ષમાં અંત (AMTS terminal which stone use) સુધીમાં તૈયાર થવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. 21 પ્લેટફોર્મ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દૈનિક 2 લાખ 20 હજાર (About Heritage Bus Stand) મુસાફરો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત 3 પ્લેટફોર્મ પર સોલાર પેનલ પણ લગાવામાં આવશે. જેનાથી (Heritage city of India) વીજળી પણ બચાવી શકાય.
આ પણ વાંચો : Symbols of political parties : હેરિટેજ સિટી અમદાવાદમાં રહો છો? આખા શહેરની સુંદરતાને રાજકીય પક્ષોએ આમ ધમરોળી!
નવા ટર્મિનલમાં અદ્યતન સુવિધા જોવા મળશે - મળતી માહિતી મુજબ હેરિટેજ લુક પ્રમાણે નિર્માણ (AMTS Heritage Bus Stand) કરવામાં આવી રહ્યું છે. પણ સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ તેની સુવિધા પણ અદ્યતન કરવામાં આવી રહી છે. આની સુવિધાની વાત કરવામાં આવે તો (Heritage Bus Stand) સમગ્ર ટર્મિનલમાં RCC રોડ હશે. પીવાના પાણી સુવિધા, બેસવાની સુવિધા,સમગ્ર ટર્મિનલ CCTV કેમેરાથી સજ્જ હશે. સાથે સાથે સોલાર સિસ્ટમ પણ લાવવામાં આવશે. જેથી વીજળીની બચત પણ કરી શકાય.