ETV Bharat / city

સ્કૂલની બહાર જાહેરમાં બેસી દારૂ પીનારા ASIનો વીડિયો વાઇરલ - અમદાવાદનાસમાચાર

રાજ્યમાં દારૂબંધી છે. ત્યારે પોલીસ દ્વારા દારૂ પીનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. એવા સમયે જાહેરમાં બેસીને દારૂ પીનારો પોલીસકર્મી જ જેમતેમ બોલી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Jul 2, 2020, 3:50 PM IST

અમદાવાદ: વાત છે શહેરના નિકોલ વિસ્તારની, જ્યાં સ્કુલની બહાર એક વ્યક્તિ જાહેરમાં દારૂ પી રહ્યો હતો. તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે,જાહેરમાં સ્કુલની પાસે બેસીને આ રીતે દારૂ કેમ પી રહ્યા છો. ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે હું પોલીસ વાળો છું, મારું નામ જીતુભાઈ પાટીલ છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવું છે.

  • અમદાવાદમાં દારૂ પીનાર કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ
  • કોન્સ્ટેબલ નરોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે
  • નિકોલ પોલીસ ASIની ધરપકડ કરી
    દારૂ પીનાર કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

આ વીડિયો અંગે તપાસ કરતા પૃષ્ટિ થઇ છે કે, વીડિયોમાં જે વ્યક્તિ છે તે ખરેખર નરોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેની તબીયત ખરાબ હોવાથી તે રજા ઉપર છે. વાઇરલ વીડિયો અંગે ઈટીવી ભારતે ઝોન-૪ DCP સાથે વાત કરી હતી. DCP નીરજ બડગુર્જરે જણાવ્યું હતું કે, તેમને નિકોલ પોલીસને આ અંગે જાણ કરી છે.નિકોલ પોલીસ ASIની ધરપકડ કરી છે અને ત્યારબાદ આ વ્યક્તિ સામે તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.