ETV Bharat / city

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસની નવી રણનીતિ, આજે વર્ચ્યુઅલ જન આક્રોશ રેલીનું આયોજન - અમદાવાદ કોંગ્રેસ રેલી

આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પણ હાજર રહેશે.

congress
congress
author img

By

Published : Oct 9, 2020, 7:41 AM IST

  • કોંગ્રેસ દ્વારા ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન
  • આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ખેડૂત વિરોધી નીતિઓ ધરાવે છે- અમિત ચાવડા
  • રેલીમાં કોંગ્રેસના એહમદ પટેલ, રાજીવ સાતવ અને પરેશ ધાનાણી સંબોધન કરશે

અમદાવાદઃ રાજ્યમાં હવે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પડઘમ બરોબર વાગવા માંડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ખેડૂત વિરોધી નીતિઓ ધરાવે છે.

કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસની પ્રચાર રણનીતિ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજી હતી. અમિત ચાવડાએ કહ્યું કે આજે એટલે કે શુક્રવારે કોંગ્રેસની વર્ચ્યુઅલ આક્રોશ રેલી યોજાશે. જે 200 તાલુકા સેન્ટર પર એલઇડી લગાવીને રેલી થશે. આ રેલીમાં કોંગ્રેસના જાણીતા નેતા અહમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ જોડાશે અને રેલીને સંબોધિત કરશે.

આજે વર્ચ્યુઅલ જન આક્રોશ રેલીનું આયોજન

કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નિયમોનું પાલન કરવા શુક્રવારે બાર વાગે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઈકાલે તેના દ્વારા યોજવામાં આવેલી પ્રતિકાર રેલીને પગલે સરકારે કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી. ઉદ્યોગપતિઓ માટે સરકાર તિજોરીઓ ખુલ્લી મૂકી દે છે, પરંતુ ખેડૂતોની અને ગરીબોની વાત આવે ત્યારે સરકારના હાથ સંકોરાઈ જાય છે. દોઢ મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ ખેડૂતોના ખાતામાં હજી સુધી રકમ આવી નથી.

પાક વીમાને લઈને રાજ્યના ખેડૂતોમાં આક્રોશ છે. કૃષિ અંગેના નવા કાયદાથી દેશમાં કંપની રાજ આવશે. આ ઉપરાંત ફી માફીઓ અંગે વાલીઓની વાત સરકારે સાંભળી નથી. કોરોનાના રોગચાળામાં ખાનગી શાળાઓના વળતર નહી તો વળતર નહી તેવા વલણને સરકારે પણ યથાર્થ ઠેરવ્યુ છે અને કોરોનાની કારમી સ્થિતિમાં પણ વાલીઓને તેમના પેટ કાપીને વિદ્યાર્થીઓની ફી ચૂકવવાના દહાડા આવ્યા છે. કેટલાય લોકોએ તેમની બચતો તોડીને ફી ચૂકવવી પડી છે. ફી માફીના આંદોલનો છતાં પણ સરકારની આંખ ઉઘડતી નથી. ગુજરાતની બહેન અને દીકરીઓ જેવી સલામત રહી નથી. ઉત્તરપ્રદેશમાં હાથરસ જેવી ઘટના થઈ તો ગુજરાતના દરેક શહેરોમાં હવે હાથરસ જેવી ઘટના બનવા લાગી છે.

ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસના એહમદ પટેલ, રાજીવ સાતવ, પરેશ ધાનાણી સંબોધન કરશે. તેઓ આ રેલીમાં પ્રજાના વિવિધ પ્રશ્નોને વાચા આપશે. તેઓએ જણાવ્યું હતું કે આ રેલીમાં સરકારની જનવિરોધી નીતિઓ પર લોકોનું ધ્યાન દોરવામાં આવશે. ફી મુદ્દે સરકારની નિષ્ફળતા અંગે બધાને જણાવાશે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કથળી ગઈ છે અને ગુંડાતત્વો કેવા બેફામ બન્યા છે તે પણ કહેવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.