અમદાવાદઃ કોંગ્રેસમાં હાલ બેઠકોના નામને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે આજે સોમવારની કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વીડિયો કોન્ફરન્સથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો કે, મોરબી માટે કિશોર ચીખલિયાનું અને અબડાસા વિસનજી પાંચાલીનું નામ લોબિંગમાં યથાવત જોવા મળી રહ્યું છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ એકને મનાવે ત્યાં બીજા રીસાઈ જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. પરંતુ આજે સાંજ સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. જો કે, ગઈકાલે પાંચ બેઠકો પર કોંગ્રેસે નક્કી કરેલા નામો ફરતાં થયાં હતાં પરંતુ હાઇકમાન્ડની આખરી મહોર લાગી નથી તેથી હવે સાંજ સુધી આખરી મહોર લાગી શકે છે.
પેટાચૂંટણીના નામોને લઈ કોંગ્રેસમાં ધમાસાણ, પ્રમુખ સ્ક્રીનિંગ કમિટી સાથે બેઠક યોજશે
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઇ ભાજપે આઠમાંથી સાત બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસ પણ આજે મોડી સાંજ સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. જો કે, 8 બેઠકો પરના કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ નક્કી જોવા મળી રહ્યાં છે. પરંતુ હજી બે સીટ પર નેતાઓને લોબિંગ યથાવત છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ભાજપે સાત બેઠકોના નામ જાહેર કરી દીધાં છે પરંતુ કોંગ્રેસ હજુ સુધી મનોમંથન કરી રહી છે કે, આખરે ટીકીટ કોને આપવી અને કોને ન આપવી?