અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત કૉંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો જોવા (Congress Protest in Ahmedabad) મળી રહ્યો છે. આ તમામ કાર્યકર્તાઓ સરકારનો વિરોધ કરવા અહીં પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસ મામલે આજે ED સમક્ષ હાજર (Rahul Gandhi National Herald case) થશે. ત્યારે આના વિરોધમાં કૉંગ્રેસ દેશવ્યાપી સત્યાગ્રહ કરી રહી (Nationwide Satyagraha of Congress) છે. તેના ભાગરૂપે ગુજરાત કૉંગ્રેસ પણ આનો વિરોધ કરવા GMDC ગ્રાઉન્ડથી માનવ મંદિર પાસે આવેલી EDની ઓફિસ સુધી વિરોધ પ્રદર્શન કરશે.
પોલીસ કાફલો ખડકી દેવાયો - અત્યારે GMDC ગ્રાઉન્ડ ખાતે બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે જ DCP, ACP સહિતનો પોલીસ કાફલો અહીં ગોઠવવામાં આવ્યો છે. જોકે, અહીં પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બીજી તરફ કૉંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર અટકાયત થાય તે પહેલાં જ ગ્રાઉન્ડમાં બેભાન (Congress leader Virji Thummar unconscious) થઈ ગયા છે.